તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળની હોસ્પિટલમાં 25 તબીબની જગ્યાઓ સામે માત્ર 10 જ ફરજ પર

વેરાવળની હોસ્પિટલમાં 25 તબીબની જગ્યાઓ સામે માત્ર 10 જ ફરજ પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં કરોડોના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. પરંતુ તબીબોની અછત હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું પડી રહ્યું છે.

વેરાવળ સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. જ્યાં આસપાસનાં વિસ્તારમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યાં છે. પણ 25 તબીબોની સામે માત્ર 10 તબીબો જ ફરજ બજાવી રહ્યાં છે. છતાં આરોગ્ય વિભાગ દ્વારા સ્ટાફ ભરવાની તસ્દી લેવામાં આવતી નથી. સારવાર લેવા માટે આવેલા નથુભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે હું બે દિવસથી દાતનાં તબિબને બતાવવા માટે ધક્કા ખાવ છું,પરંતુ હોસ્પિટલમાં કોઇ જવાબ મળતો નથી. જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવાની ફરજ પડી રહી છે. તંત્રની લાપરવાહી સામે રોષ પ્રસર્યો છે.

દરરોજ ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈનો લાગે છે.તસવીર-ચેતન અપારનાથી

અન્ય સમાચારો પણ છે...