તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાજલી યાર્ડમાં મળનાર ખેડૂત સંમેલન રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનજીક આવેલા કાજલી માર્કેટીંગ યાર્ડમાં આજે ખેડુત સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ પરંતુ આજે સંમેલન રદ થયું હતું. સંમેલન મળ્યા બાદ ખેડૂતોએ વિવિધ પ્રશ્ને કલેકટરને રજુઆત કરી યોગ્ય ઉકેલ કરવા માંગ કરી હતી.

દેશભરમાં ખેડૂતો દેખાવ કરી રહ્યા છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. તેમજ અન્ય મુદે અનેક રજુઆતો થઇ રહી છે. પરંતુ સરકાર કોઇ ઉકેલ લાવતી નથી. ત્યારે ગીર સોમનાથ જિલ્લાનાં ખેડૂતોનાં વિવિધ પ્રશ્નજે આજે કાજલી માર્કેટીંગ યાર્ડમાં ખેડૂત સંમેલન બોલાવ્યુ હતુ. પરંતુ સંમેલન છેલ્લી ઘડીએ રદ થયુ હતુ. જો કે બાદ ખેડૂતોએ જિલ્લા કલેકટર ડો.અજયકુમારને આવેદન પાઠવ્યું હતું. આવેદનપત્રમાં ઇકોસેન્સેટીવ ઝોન, વન્ય પ્રાણીઓનો ત્રાસ, સાસણ, વિસાવદર વચ્ચેનો રોડ કાયમી ખુલ્લો રાખવો. પોષણક્ષમ ભાવ સહિતનાં મુદે ખેડૂતોએ રજુઆત કરી હતી.

જોકે અંગે જિલ્લા કિશાન સંઘનાં પ્રમુખ ભરતભાઇ સોજીત્રાએ જણાવ્યુ હતુ કે મંજુરી મોડી મળી હતી. તેમજ વરસાદી માહોલ હતો જેને કારણે આયોજન થઇ શકયુ નહીં.

અન્ય સમાચારો પણ છે...