તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • રાજકોટ રીબડા વચ્ચે 6 લેન માટેનો સરવે ભરુડી ટોલનાકે થતા પ્રોજેક્ટ નામંજૂર થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ રીબડા વચ્ચે 6 લેન માટેનો સરવે ભરુડી ટોલનાકે થતા પ્રોજેક્ટ નામંજૂર થયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાપર-વેરાવળઅને આસપાસના ગામોમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારનો વિકાસ થતાં રાજકોટથી દૈનિક અપડાઉન કરનારાની સંખ્યામાં વધારો થયો હોવાથી રાજકોટ ગોંડલ રોડ ચોકડીથી રીબડા સુધીના હાઇવેને સિક્સ લેન કરવા રજૂઆત થઇ હતી. રજૂઆત બાદ સરકારે રોડ પર કેટલા વાહનો પસાર થાય છે, તેનો સરવે કરવા એક એજન્સી નક્કી કરી હતી. એજન્સીએ રાજકોટથી શાપર-વેરાવળ વચ્ચે કેટલા વાહનો પસાર થાય છે, તેનો સરવે કરવાના બદલે ભરૂડી અને પીઠડિયા ટોલનાક પાસે સરવે કરી આપેલા રિપોર્ટમાં શાપરથી ગોંડલ તરફ જતાં વાહનોની સંખ્યા આપી હતી. સંખ્યા રાજકોટ-શાપર વચ્ચે પસાર થતાં વાહનોની સંખ્યામાં જમીન-આસમાનનો ફરક હોવાથી રાજ્ય સરકારે રાજકોટ-રિબડા વચ્ચેના સિક્સ લેનનો પ્રોજેક્ટ ના મંજૂર કર્યો હતો. જો કે, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને અંગે સરકારનું ધ્યાન દોરતા ફરી કાર્યવાહી હાથ ધરી છે.

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રાજકોટથી દૈનિક 22 હજારથી વધુ નાના મોટા વાહનો પસાર થાય છે. ખાસ કરીને સવારે 7:30થી 10 અને સાંજે 5થી 8:30 દરમિયાન મોટી સંખ્યામાં હાઇવે પરથી વાહનો પસાર થાય છે. હાઇવેને સિક્સ લેન કરવા માટે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સરકારમાં રજૂઆત કરતા રાજકોટ અમદાવાદ હાઇવે સિક્સ લેન કરવાની સાથે રીબડા સુધીના રોડને પણ સિક્સ લેન કરવા સૈધ્ધાંતિક સહમતી આપી હતી. સિક્સ લેન હાઇવે કરવા નિયમ મુજબ સરવે કરવામાં આવે છે. સરવે એન્જસીએ રાજકોટ-રીબડા સુધીમાં સરવે કરવાના બદલે ભરૂડી અને પીઠડિયા ટોલનાકે સરવે કરી રિપોર્ટ નેગેટિવ આપી દીધો હોવાથી સિક્સ લેન કરવાની કામગીરીને બ્રેક લાગી ગઇ હતી.

ગત ફેબ્રુઆરી માસમાં રાજ્યના નાણામંત્રીએ રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું, બજેટમાં રાજકોટ અમદાવાદ વચ્ચે સિક્સ લેન માર્ગ કરવાની જાહેરાત કરી અને પ્રોજેક્ટનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવશે તેવું કહ્યું હતું. રાજકોટ અમદાવાદ હાઇવેને માર્ગીય કરવા માટે જ્યારે સરવે શરૂ થયો તે સમયે રાજકોટ રીબડા વચ્ચે પણ સિક્સ લેન કરવા માટે સરવેની કામગીરી શરૂ થઇ હતી, પરંતુ એજન્સીએ ખોટી જગ્યાએ સરવે કરતા કામ આગળ વધી શક્યું નથી, જ્યારે રાજકોટ અમદાવાદ રોડનું કામ ગતિમાં છે.

તો બજેટમાં પણ મંજૂરી મળી જાત

8500 વાહનોભરૂડી ટોલનાકેથી પસાર થાય છે

12500 વાહનોબામણબોર ટોલનાકેથી પસાર થાય છે

22000 વાહનોરાજકોટથી શાપર-વેરાવળ જાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો