વેરાવળમાંથી દારૂ સાથે શખ્સ ઝડપાયો, રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દારૂ સાથે શખ્સ ઝડપાતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વેરાવળમાં શાકમાર્કેટ વિસ્તારમાં શુક્રવારે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન નાના કોળીવાડામાં રહેતા કિશન લખમ વાયલુ અને રવિ ચીમન વાયલુ શંકાસ્પદ હિલચાલ કરતાં જોવા મળતાં હે.કો. વાળાએ બંનેની અંગ તલાસી લેતા વિદેશી દારૂની 5 નાની બોટલ મળી આવતાં બંને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...