તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળનાં ભીડભંજન મંદિરથી સોમનાથ જતા રસ્તા પર ગંદકી

વેરાવળનાં ભીડભંજન મંદિરથી સોમનાથ જતા રસ્તા પર ગંદકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ ભિડીયા ભીડભંજન મંદિરથી સોમનાથ જતાં પાછળના રસ્તા પર ઠેર-ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે અને સમુદ્ર નજીક કચરો ઠાલવવાની મનાઇ હોવા છતાં નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે. વેરાવળમાં ભીડભંજન મંદિરથી સોમનાથ જતાં પાછળના રસ્તા પર દિવસભર યાત્રિકોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. પરંતુ અહીં કોઇ કચરો ઠાલવી જાય છે. જેથી ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકબાજુ સ્વચ્છતા અભિયાન ચલાવાઈ છે. પરંતુ સોમનાથ મંદિરની આસપાસ ગંદકી જોવા મળી રહી છે. જેથી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

સોમનાથ મંદિર નજીક ગંદકીનાં ગંજ ખડકાયા.તસવીર-ભાસ્કર

ટ્રેકટરોમાં ભરી કચરો ઠલવાય છે
આ અંગે ભિડીયા વિસ્તારમાં કામ કરતાં વિષ્ણુભાઇ ગોહેલે જણાવ્યું હતું કે અહીં ટ્રેકટરો અને અન્ય વાહન દ્વારા કચરો ઠલવાઇ છે અે લોકોને ના પાડવા છતાં માનતા નથી. જેથી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

શું કહે છે યાત્રિક?
કેરળથી સોમનાથ દર્શનાર્થે આવેલા રાજુભાઇ નાયડુએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિરની આસપાસ ગંદકી જોવા મળી રહી છે. જે યોગ્ય નથી.

☺શું કહે છે ચીફ ઓફિસર?
પાલિકાના ચીફ ઓફીસરે જણાવ્યું હતું કે તાલાલા ચોકડી પાસેના કમ્પોઝ યાર્ડમાં કચરો ઠાલવે છે. આ જગ્યા પર કચરો ઠલવાતો નથી. જો ફરિયાદ મળશે તો સોમનાથ મંદિરથી ભીડભંજન મંદિર સુધી સફાઇ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...