તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સાદી કેદની સજા ફટકારી

ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સાદી કેદની સજા ફટકારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળની કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારાઇ હતી. આ કેસ અંગે પંકજભાઇ કાનાબારે જણાવ્યું હતું કે, વૈશાલીબેન સાવન કાનાબારે અમદાવાદનાં બિલ્ડર રાજેશ હિરાલાલ દવે પાસેથી 6 વર્ષ પહેલા બ્લોક બુક કરાવ્યો હતો. જેમાં નકકી થયાં મુજબ પુરી રકમ ચુકવી આપી હતી. છતાં રાજેશે બે વર્ષ સુધી બ્લોક ન આપતાં રૂપિયા માટે ધકકા ખાઇ રહયાં હતાં. અંતે રાજેશે વૈશાલીબેનને 7,09,000નો ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતાં 18 ઓગષ્ટ 2015માં કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસ વેરાવળ કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષોની દલીલોનાં અંતે કોર્ટે આરોપી રાજેશ દવેને બે વર્ષની સાદી કેદ અને રૂ.7,09,000 નો દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...