તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળ રેલ્વે સ્ટેશને પાર્કિંગના નામે મુસાફરો પાસેથી થાય છે ઉઘાડી લૂંટ

વેરાવળ રેલ્વે સ્ટેશને પાર્કિંગના નામે મુસાફરો પાસેથી થાય છે ઉઘાડી લૂંટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ રેલ્વે સ્ટેશન પર પાર્કિંગના નામે ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી છે. કોન્ટ્રાકટર દ્વારા ટિકિટ લેવાં, સગા સંબંધી ને મુકવા આવતા લોકો પાસેથી રૂપિયા વસુલી કરી રહ્યા છે. પાર્કિંગ કોન્ટ્રાકટર રેલ્વે સ્ટેશન પર લુખ્ખા તત્વો ને છાવરી રહ્યો હોય, રેલ્વે સ્ટેશન પર ખાટલો ઢાળીને લોકો પાસેથી પાર્કિંગ ના નામે પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે.

ખાટલો પાથરી લુખ્ખા તત્વો પડ્યા રહે છે
દેશભરમાંથી આવતા પ્રવાસીઓ સોમનાથ દર્શનાર્થે આવતા હોય છે. વેરાવળ રેલ્વે સ્ટેશન પર લુખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ જણાય રહ્યું છે. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલ્વે સ્ટેશન પર લુખ્ખા તત્વો ખાટલો પાથરી પબ્લિકને હેરાન કરી રહ્યા હોય, છતાં તંત્રના ધ્યાને આવતું નથી. ટિકિટ લેવા માટે ગયો ને બાઈક સિલ કરી દેવાયું સવારે ટિકિટ લેવા માટે આવ્યો હતો, 2 મિનિટ ટિકિટની લાઈન માં ઉભેલો હતો એ દરમિયાન એક શખ્સ બાઈક ને સીલ કરી રહ્યો હતો. ત્યારબાદ મે જણાવ્યું કે બાઈક શા માટે સીલ કરી રહ્યાં છો, તો કહેવામાં આવ્યું પાર્કિંગ માં બાઈક રાખી ટિકિટ લેવા જવાની. ત્યારબાદ પાર્કિંગ માં બાઈક રાખવાના 10 રૂપિયા માંગવામાં આવ્યાં હતાં. ત્યાં બેસેલા કર્મી એ તેની પહોંચ હાથ માં પકડાવી હતી. - ગોપીચંદભાઈ

શું કહે છે કોન્ટ્રાકટર?
કોન્ટ્રાકટર કનકસિંહ રાયજાદાએ કહ્યું હતું કે સ્ટેશનની કોઇપણ જગ્યાએ ગાડી પાર્ક કરાય તો ચાર્જ વસુલ કરી શકીએ છીએ.રેલવેને વાર્ષિક ટેન્ડર ભર્યા છે બાકી રીક્ષા રાખવામાં તે રેલવેને જોવાનું રહ્યું.

શું કહે છે અધિકારી?
રેલવે અધિકારી ત્રિવેદીએ કહ્યું હતું કે રેલવેની કોઇપણ જગ્યાએથી ટુ-વ્હિલના પાર્કીગ માટે રૂપિયા લઇ શકે છે. તેના માટે કોઇ ખાસ જગ્યા અપાઇ નથી અને કોન્ટ્રાકટર પૈસા ભરે છે.

☺ટિકિટ લેવા આવેલા મુસાફરે પાર્કિંગ ક્યાં કરવું ?
વેરાવળ રેલ્વે સ્ટેશન પર પાર્કિંગ વ્યવસ્થા જળવાય રહે તે માટે તંત્ર દ્વારા પાર્કિંગ કોન્ટ્રેક્ટ આપવામાં આવેલ છે. જેવો દ્વારા પાર્કિંગ માં રાખવા માટે ચાર્જ વસુલી કરી રહ્યા છે. જેવો ટિકિટ લેવા માટે આવેલા મુસાફરો પાસેથી પાર્કિંગ માં બાઈક રખાવી 10 રૂપિયા વસુલી રહ્યાં છે. ટિકિટ મેળવવા માટે આવેલા મુસાફરો માટે સવાલ છે કે 2 મિનિટ ટિકિટ મેળવવા માટે 10 રૂપિયા ચૂકવવા પડે છે. ટિકિટ મેળવવા આવેલા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...