તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • ચોરવાડમાં 33 ફૂટ ઉંચા રૂદ્રાક્ષનાં શિવલીંગને લીમ્કાબુકમાં સ્થાન

ચોરવાડમાં 33 ફૂટ ઉંચા રૂદ્રાક્ષનાં શિવલીંગને લીમ્કાબુકમાં સ્થાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરવાડગામે 25 લાખ રૂદ્રાશના પારથી 33 ફુટ ઉંચૂ બનાવાયેલ શીવલીંગના દર્શન તેમજ ધાર્મીક મહોત્સવમાં હાજરી આપવા આવતીકાલ રવિવારના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પત્રકાર પોપટલાલ હાજરી આપવા આવી રહેલ છે.

ચોરવાડનાં દરીયા કિનારે આવેલ ડડેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં 25 લાખ રૂદ્રાશ થી 33 ફુટ ઉંચુ શિવલીંગ બનાવવામાં આવેલ છે. અને શિવલીંગને લીમકા બુકમાં સ્થાન પ્રાપ્ત થયેલ છે. અને મંદિરનાં પટાંગણમાં તા.8 સુધી અનેક વિવિધ કાર્યક્રમો યોજાઇ રહેલ છે. જયારે દેશભરમાં પ્રખ્યાત ટીવી ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠક આવતી કાલે તા.6ના રોજ મહોત્સવમાં સામેલ થવા ચોરવાડ આવી રહેલ છે અને સાથોસાથ જગવિખ્યાત સોમનાથ મંદીર મહાદેવને શિશ જુકાવવા આવનાર હોવાનું જાણવા મળેલ છે.

અંગે પત્રકાર પોપટલાલ-શ્યામ પાઠકે જણાવેલ કે, મારૂ વતન ચોરવાડ ગામ છે. અને મારા વતનનાં આંગણે ભવ્ય ધાર્મીક કાર્યક્રમ ચાલી રહેલ છે. તેનું મને યજમાનો તરફથી આમંત્રણ અપાયેલ છે. જેથી હું મારી વ્યસ્તાના વચ્ચે સમય કાઢી વતનમાં આવી ધાર્મીક ઉત્સવમાં ભાગ લેનાર છું.

અન્ય સમાચારો પણ છે...