• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • Veraval - ગીર-સોમનાથ જિલ્લા કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનારની અટક

ગીર-સોમનાથ જિલ્લા કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનારની અટક

પોતે વિકલાંગ હોઈ પેશકદમીવાળી જમીન નામે કરાવવાની અરજીને તંત્રએ ફગાવી હતી

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:16 AM
Veraval - ગીર-સોમનાથ જિલ્લા કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનારની અટક
પોતે વિકલાંગ હોય જમીન નામે કરાવવા માટે કરેલી અરજીને તંત્રએ અસ્વીકાર કરી દેતા ગીરગઢડાનાં વડવિયાળાનાં આધેડે ગીર-સોમનાથ જિલ્લા કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરવાની કોશિષ કરતાં પોલીસે તેની અટક કરી બાદમાં જામીન પર મુકત કર્યા હતાં.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગીરગઢડા તાલુકાનાં વડવિયાળા ગામનાં વિનોદભાઇ મસરીભાઇ જાદવ પોતે વિકલાંગ હોય અને તેમની પાસે રહેલી પેશકદમીની જમીન પોતાનાં નામે કરવા છેલ્લા ઘણાં સમયથી તંત્રમાં માંગ કરી રહયાં હતાં અને ગત તા.20 ઓગષ્ટનાં જમીનની માંગ સાથે ગીર-સોમનાથ જિલ્લા કલેકટર કચેરી, ઇણાજ ખાતે અરજી કરી હતી.

પરંતુ વહિવટી તંત્ર દ્વારા આ માંગણીનો અસ્વીકાર કરવામાં આવતાં વિનોદભાઇ મંગળવારે કલેકટર કચેરી, ઇણાજ ખાતે સાથે ફિનાઇલ લઇને આત્મવિલોપન કરવા જતાં હતાં ત્યારે પ્રભાસપાટણ પોલીસે તેમનાં આ પ્રયાસને નિષ્ફળ બનાવી અટક કરી લીધી હતી. ત્યારબાદ સાંજનાં જામીન આપીને મુકત કરી દેવાયાં હતાં.

ફિનાઈલની બોટલ લઈ પહોંચ્યા હતા

વિનોદભાઈ છેલ્લા ઘણા સમયથી જમીન પોતાના નામે કરવા તંત્રમાં રજૂઆતો કરતા હોય પરંતુ તંત્ર દ્વારા નિર્ણય ન લેવાતા મંગળવારે ફિનાઈલની બોટલ લઈ કલેકટર કચેરીએ આત્મ વિલોપન માટે જતા હતા ત્યારે પોલીસે અટક કરી લીધી હતી.

X
Veraval - ગીર-સોમનાથ જિલ્લા કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનારની અટક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App