• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • Veraval - ગીર-સોમનાથમાં પીઓપીની ગણેશ મૂર્તિઓનું નદી-તળાવ- સમુદ્રમાં વિસર્જન કરવાની મનાઇ

ગીર-સોમનાથમાં પીઓપીની ગણેશ મૂર્તિઓનું નદી-તળાવ- સમુદ્રમાં વિસર્જન કરવાની મનાઇ

જિલ્લા મેજીસ્ટ્રેટે ગણેશ ઉત્સવ અંગે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા, કસુર કરનાર સામે કાર્યવાહી

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:16 AM
Veraval - ગીર-સોમનાથમાં પીઓપીની ગણેશ મૂર્તિઓનું નદી-તળાવ- સમુદ્રમાં વિસર્જન કરવાની મનાઇ
ગીર -સોમનાથ જિલ્લામાં 13 થી 23 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યાે જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ પ્રસિધ્ધ કરી પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જેમાં ગણેશજીની પીઓપી તથા ફાઇબરની મૂર્તી બેઠક સહિતની પાંચ ફુટથી વધુ ઉંચાઇની બનાવવી નહી, વેંચવી નહી, સ્થાપના કરવી નહી તથા જાહેર માર્ગ પર પરિવહન કરવું નહી, પીઓપીની પ્રતિમાઓનું નદીઓ-તળાવો-સમુદ્રમાં વિસર્જન કરવું નહી, વિસર્જન સમયે કિનારે પુજનવિધિ કરી ત્યાંજ રાખવી પધરાવવી નહી. તેમજ કુત્રીમ પળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવી નહી. પ્રતિમાઓની બનાવટમાં અન્ય ધર્મનાં લોકોની લાગણીઓ દુભાઇ તેવા ચિન્હો કે નિશાનીઓ રાખવી નહી. મૂર્તીકારોએ વધેલી તથા ખંડીત મૂર્તીઓ બીનવારસી હાલતમાં છોડી દેવી નહી. મૂર્તીઓની બનાવટમાં મૂર્તીઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બીનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવો. ઝેરી અને ઉતરતી કક્ષાનાં રસાયણ કે કેમીકલ યુક્ત રંગોથી મૂર્તીનો કલર કરવો નહી. કોઇપણ મૂર્તીકારો કે પ્રતિમા બનાવનાર કારીગરો-કલાકારોએ ગણેશજીની પ્રતિમા-મૂર્તિ નવ ફુટથી વધારે ઉંચાઇની બનાવવી નહી કે વેચવી નહી. ઉપરાંત આયોજકોએ ગણેશજીનાં સ્થાપનની બેઠકની ઉંચાઇ સહિત બાર ફુટથી વધારે ઉંચાઇની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહી એટલે કે, વિસર્જન સરઘસમાં સામેલ વાહન સહિત ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ ૧૫ ફુટથી વધારે રાખવી નહી. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિ બનાવે છે તે જગ્યા તથા વેંચાણની જગ્યાની આજુ-બાજુમાં ગંદકી કરવી નહી. જિલ્લાની બહારથી મૂર્તીઓ લાવી વેંચનાર મૂર્તિકારો-વેપારીઓને પણ આ નિયમ લાગુ પડશે.આ જાહેરનામાનો ભંગ કરીને કોઇ મૂર્તિકાર કે વિક્રેતાઓ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં પીઓપી ભઠ્ઠીમાં સુકેલી-ચીકણીમાટી, ઝેરી અને ઉતરતી કક્ષાનાં સિન્થેટીક રાસાયણ કે કેમીકલ, ડાયયુક્ત રંગોની ઉપયોગ કરેલી મૂર્તિઓ ધ્યાને આવશે તો તે સમયે કે વેંચાણનાં સમયે જપ્ત કરવામાં આવશે. આ જાહેરનામુ તાત્કાલીક અસરથી ૨૫ સપ્ટે. સુધી અમલમાં રહેશે અને ભંગ કરનાર સામે ફોજદારી અધિનિયમ-1860 ની કલમ-188 હેઠળ બીનજામીન લાયક ગુન્હા માટે શિક્ષાને પાત્ર ઠરશે.

X
Veraval - ગીર-સોમનાથમાં પીઓપીની ગણેશ મૂર્તિઓનું નદી-તળાવ- સમુદ્રમાં વિસર્જન કરવાની મનાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App