• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • Veraval - ગીર સોમનાથમાં 15 ઓકટો. સુધી મતદાર યાદી સુધારણા

ગીર સોમનાથમાં 15 ઓકટો. સુધી મતદાર યાદી સુધારણા

જો જો પછી ચૂંટણી ટાણે કહેતા નહીં કે અમારૂં નામ મતદારયાદીમાં નથી

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:15 AM
Veraval - ગીર સોમનાથમાં 15 ઓકટો. સુધી મતદાર યાદી સુધારણા
ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર, ઉના, તાલાળા અને સોમનાથ એમ ચાર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8,94,424 મતદારો નોંધાયેલા છે જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા આગામી ચુંટણીઓને ધ્યાને લઇ ચૂંટણીપંચની સુચના મુજબ મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરેલ છે. 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 15 ઓકટોબર સુધી ચાલશે. અને 1/1/2019ના રોજ 18 વર્ષ પુર્ણ થતા હોય તેવા જિલ્લાનાં કોઇ પણ નાગરીક પોતાના નજીકના મતદાન મથકે બુથ લેવાલ ઓફીસરને કે મતદાર નોંધણી અધિકારીને પોતાનુ નામ મતદારયાદીમાં દાખલ કરવા હક દાવા અને વાંધા સુચનો રજુ કરી શકશે. નવા નામ નાખવા,કમી કરવા,સરનામા સુધારવા,વધારવા અંગેના નિયત નમુનામાં અરજી કરી શકશે. મતદાન નોંધણી ઝુંબેશ અંતર્ગત જેમની પાસે ચૂંટણી કાર્ડ છે તેવા લોકો પણ મતદાન મથક પર બુથ લેવલ ઓફીસર પાસે તેમનું નામ મતદાર યાદીમાં છે કે નહિં તે ચકાસવુ જરૂરી છે. ઘણી વખત ચૂંટણી કાર્ડ હોય પરંતુ મતદાર યાદીમાં કોઇપણ કારણોસર નામ કમી થઇ ગયું હોય તો આવા લોકો મતદાનથી વંચીત રહેશે. મતદાર યાદી ક્ષતિ રહીત બનશે. મતદાર યાદીની શુધ્ધતા ઉપરાંત ક્ષતિ રહીત બનાવવા બી.એલ.ઓ. હાઉસ ટુ હાઉસ મુલાકાત લઇ મતદાર યાદી ચકશશે ખાસ કરીને ૮૦ વર્ષની ઉપરના વય મર્યાદા ધરાવતા મતદારોનું વેરીફીકેશન પણ કરશે.

ત્રણ રવિવાર વિશેષ ઝુંબેશ

તા. 16, તા.30 અને તા.14 ઓક્ટો. ત્રણેય રવિવારનાં રોજ બુથ લેવલ ઓફિસર સવારે 10 થી સાંજના 5 કલાક સુધી સબંધિત મતદાન મથકે બેસી મતદારોના હક્ક દાવા ફોર્મ સ્વીકારશે તથા મતદાર યાદી સુધારણાની કામગીરી સંભાળશે. તેમની પાસે જરૂરી તમામ ફોર્મ ઉપલબ્ધ હશે.

X
Veraval - ગીર સોમનાથમાં 15 ઓકટો. સુધી મતદાર યાદી સુધારણા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App