Home » Saurashtra » Somnath » Veraval » ગીર-સોમનાથ જિલ્લાકક્ષા યુવા સ્પર્ધા 15 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે

ગીર-સોમનાથ જિલ્લાકક્ષા યુવા સ્પર્ધા 15 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:15 AM

વેરાવળ | ગીર-સોમનાથ જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 15 સપ્ટેમ્બર નાં રોજ સેન્ટ મેરી સ્કુલ, પ્રભાસ-પાટણ ખાતે યોજાશે. આ...

  • ગીર-સોમનાથ જિલ્લાકક્ષા યુવા સ્પર્ધા 15 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે
    વેરાવળ | ગીર-સોમનાથ જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 15 સપ્ટેમ્બર નાં રોજ સેન્ટ મેરી સ્કુલ, પ્રભાસ-પાટણ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારો/ સંસ્થાઓએ 24 ઓગષ્ટ સુધીમાં પ્રવેશપત્રો ભરી સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા રમત-ગમત અધિકારી, કચેરીમાં આપવાનાં રહેશે. આ સ્પર્ધા ત્રણ વયજુથમાં યોજાશે. જેમાં અ-વિભાગમાં 15 થી 20 વર્ષ સુધીનાં, બ-વિભાગમાં 21 થી 29 વર્ષ સુધીના અને ખુલ્લા વિભાગમાં 15 થી 29 વર્ષ સુધીનાં કલાકારો ભાગ લઇ શકશે. 1 નવેમ્બર 18 નાં 15 વર્ષથી નાની નહી અને 29 વર્ષથી વધારે વર્ષ ન થવા જોઇએ. ભાગ લેવા માંગતા કલાકારોએ પ્રવેશપત્રોનો નમૂનો જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન, રૂમ નં.313-314, બીજોમાળ, ઇણાજ તા. વેરાવળ ખાતેથી મળશે. વકતૃત્વ, લોકવાર્તા, સર્જનાત્મક કારીગીરી, લોકગીત, ભજન, સમુહ ગીત, લોક નૃત્ય, એકાંકી, સિતાર, વાંસળી, હાર્મોનિયમ-હળવું, ગિટાર, તબલા) ઉપરોક્ત વય જુથ મુજબ સ્પર્ધાનું આયોજન થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ