• Gujarati News
  • ટોલટેક્ષ મુદ્દે ટ્રાન્સપોર્ટ એસો.એ આવેદન આપ્યું

ટોલટેક્ષ મુદ્દે ટ્રાન્સપોર્ટ એસો.એ આવેદન આપ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ-જેતપુરનેશનલ હાઇવે રોડ ઉપર ડારી-ચાંડુવાવ ટોલ બુથ ઉપરથી ઉધરાવાતો ત્રણ ગણા ટોલટેક્ષમાંથી મુક્તિ આપવા અંગે આજે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવેલ છે.

ઉપપ્રમુખ ડો.રામભાઇ સોલંકી સહિતનાં દ્વારા જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદન પત્રમાં જણાવેલ કે, ટ્રકનો ટોલટેક્ષ સમગ્ર ગુજરાતનાં ટોલબુથો પરથી ઉઘરાવાતો ટોલટેક્ષમાં ટોલબુથ પર સૌથી વધુ એટલે કે એક વખતનાં રૂા.345 વસુલ કરવામાં આવે છે તેમજ સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં ટોલબુથ પર નિયમ મુજબ 20 કિ.મી. ત્રિજ્યામાં રહેતા લોકોનાં વાહનો પ્રાઇવેટ કે કોમર્શીયલ ટ્રક સહિતનાં વાહનોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રીતે વેરાવળનાં ટોલબુથ પર મુક્તિ આપવામાં આવતી નથી તો તે અંગે ધટતુ કરવું જોઇએ. વધુમાં જણાવેલ કે, વેરાવળ-સુત્રાપાડા તાલુકાનાં ઔદ્યોગિક એકમો તેમજ મત્સ્યદ્યોગ આવેલ હોય તથા ગામડામાં વસતા લોકો લાઇમસ્ટોન, સ્ટોન ક્રસર સહિતનાં ઉદ્યોગોમાં કામ કરી કરતા હોય તેથી તમામ રોજગારી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર આધારિત છે અને દિવસ દરમિયાન ટોલબુથ ઉપરથી અનેક વખત પ્રસાર થવું પડતુ હોય જેથી એક વખતનાં રૂા.345 લેખે દિવસ દરમિયાન રૂા.2070 થી રૂા.2760 જેવી માતબર રકમ ચૂકવવી પડે છે. ત્યારે ટ્રક માલિકોને લોકલ ટ્રીપમાં તો જેટલુ ભાડુ નથી મળતુ તેનાથી વધારે તો ટોલટેક્ષ ભરવો પડે તેવી સ્થિતી નિર્માણ પામી છે. ત્યારે અમારા તમામ મુદ્દાઓને ગંભીરતાથી ધ્યાને લઇ ન્યાયનાં હિતમાં યોગ્ય નિરાકરણ લાવવાની સાથે વેરાવળ તાલુકાનાં 20 કિ.મી.ની ત્રિજ્યામાં વસતા લોકોનાં ટ્રક સહિતનાં વાહનોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ કરેલ છે.

વેરાવળનાં ટ્રાન્સપોર્ટરોએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું. તસ્વીર/ રવિખખ્ખર

સુપાસીનાં લોકો પ્રતિક ઉપવાસમાં જોડાયા

ચાંડુવાવટોલનાકાપાસે ટોલટેક્ષનાં વિરોધમાં લડત સમિતી દ્વારા આંદોલન ચાલી રહ્યું હોય આજે સુપાસી ગામનાં લોકો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા. આવતીકાલે ફરી બીજા ગામનાં લોકો આંદોલનમાં જોડાશે.

ટોલથી તોબા