• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • વેરાવળમાં બહેનો પગભર થવા 2 વર્ષથી રાખડીનાં સ્ટોલથી મેળવે છે આજીવિકા

વેરાવળમાં બહેનો પગભર થવા 2 વર્ષથી રાખડીનાં સ્ટોલથી મેળવે છે આજીવિકા

વેરાવળમાં બહેનો પગભર થવા 2 વર્ષથી રાખડીનાં સ્ટોલથી મેળવે છે આજીવિકા

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:15 AM IST
કોઈ એવું ક્ષેત્ર ભાગ્યે જ હશે કે જેમાં સ્ત્રી આગળ નહીં હોય. હવે પુરૂષો સાથે પણ સ્ત્રી ખભેખભા મિલાવી રહી છે. વેરાવળમાં પણ કંઈક આવું જ બન્યું છે. વેરાવળમાં સ્ત્રીઓ પગભર થવા છેલ્લાં 2 વર્ષથી રાખડીના સ્ટોલ ચલાવે છે. સખીમંડળના સ્વભંડોળમાંથી સ્ત્રીઓ 25 હજાર રૂપિયામાં અમદાવાદથી હોલસેલ ભાવે રાખડી મંગાવી છૂટક સ્ટોલમાં વેચાણ કરે છે.

વેરાવળની ચામુંડા સ્વસહાય જૂથ આવી સ્ત્રીઓને આર્થિક રીતે આગળ વધવાની તક પૂરી પાડે છે. બહેનોની આજીવિકા માટે રેયોન હાઉસિંગ સોસાયટી કાશીવિશ્વનાથ મંદિર પાસે રહેતી બહેનો જેમાં ચામુંડા સ્વસહાય જૂથ મંડળના પ્રમુખ જયશ્રીબેન ચાડપાના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધન નિમિત્તે રાખડીના સ્ટોલનું આયોજન કરાયું છે.

બહેનોની આજીવિકામાં વધારો તેમજ સ્ત્રી મહિલા સ્વાવલંબન માટેની પ્રવૃત્તિથી પગભર થઈ શકે તે હેતુથી સખીમંડળના સ્વભંડોળમાંથી 25 હજાર રૂપિયા ઉપાડવામાં આવશે. જે રકમની અમદાવાદથી હોલસેલ ભારે રાખડી ખરીદીને તેનું છૂટક સ્ટોલમાં વેચાણ કરાશે. સ્ત્રીઓ દ્વારા છેલ્લાં બે વર્ષથી આ સફળ કામગીરી કરાઈ રહી છે. આ બાબતે તેમનું કહેવું છે કે વેરાવળ-પાટણ નગરપાલિકાના સહકારથી રક્ષાબંધનના સ્ટોલમાં સફળતા મળે છે.

જરૂરિયાતમંદ બહેનો સ્ટોલથી મેળવે છે આ‌વક.તસવીર-ચેતન અપારનાથી

X
વેરાવળમાં બહેનો પગભર થવા 2 વર્ષથી રાખડીનાં સ્ટોલથી મેળવે છે આજીવિકા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી