• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • ગીર-સોમનાથ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે નિકક્ષ્ય સહાય યોજના, નિ:શુલ્ક સારવાર,દવા

ગીર-સોમનાથ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે નિકક્ષ્ય સહાય યોજના, નિ:શુલ્ક સારવાર,દવા

ઉપચાર | 155 દર્દીના બેન્ક ખાતામાં દર મહિને 500ની સહાય જમા થાય છે, હાલ 812 દર્દીઓ મેળવી રહ્યાં છે સારવાર

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:15 AM
ગીર-સોમનાથ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે નિકક્ષ્ય સહાય યોજના, નિ:શુલ્ક સારવાર,દવા
કેન્દ્ર સરકાર ટીબીના દર્દીઓની મફત સારવાર કરે છે તેની સાથે હવે નિક્ક્ષ્ય યોજના અમલમાં મૂકી છે.

ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ૮૧૨ ટીબીના દર્દીઓ સારવાર મેળવી રહયા છે, જેમને તમામ સારવાર અને દવા વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાંથી ૧૫૫ દર્દીને નિક્ક્ષ્ય યોજના દ્વારા માસીક 500 મુજબ દર્દીના બેંક ખાતામાં સહાય પણ ચુકવવાની શરૂ થઈ ગયેલ છે, બાકીના દર્દીઓના ખાતાની વિગતો અને આધાર કાર્ડ લીંકની કામગીરી હાલ ચાલુ છે જેને પણ ટૂંક સમયમાં જ સહાયની ચુકવણી શરૂ થઈ જશે.

ટી.બી. હવા મારફતે ફેલાતો ચેપી રોગ છે, બે અઠવાડિયા કરતા વધારે ઉધરસ આવે, તાવ આવવો, વજન ઘટવો, ભુખ ન લાગવી વગેરે લક્ષણો જણાય તો ટી.બી.ની શંકા કરી શકાય, બે અઠવાડિયા કરતા વધારે ઉધરસ આવે તો ગળફાની તપાસ કરાવવી આવશ્યક છે, ગળફાની તપાસ જિલ્લામાં તાલુકા કક્ષાએ સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે, ટી.બીની નિયમિત સારવાર ન લેવામાં આવે તો ઝેરી ટી.બી. થઈ શકે છે. ઝેરી ટી.બીના(MDR) નિદાનમાટે સરકારી હોસ્પીટલ, વેરાવળ ખાતે CBNAAT મશીન ઉપલબ્ધ છે જેની કીંમત આશરે ત્રીસ લાખ જેટલી છે. આ યોજનાનો ટીબીનાં દર્દીઓ સમયસર લાભ લે એ આવશ્યક છે.

કઈ રીતે દર્દીઓને મળી શકે સહાયનો લાભ.?

સરકારી દવાખાનામાં નોંધાયેલ દર્દીઓનો રેકોર્ડ સીધો આરોગ્ય વિભાગના જિલ્લા ક્ષય કેન્દ્રને મળી જશે. જેમાં દર્દીની વિગતો સાથે બેંક અને આધારકાર્ડની વિગતો એક સરખી હોઈ ત્યારે દર્દીના બેન્ક ખાતામાં દર માસે રૂ.૫૦૦ ની આર્થિક સહાય મળવાપાત્ર છે.

X
ગીર-સોમનાથ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે નિકક્ષ્ય સહાય યોજના, નિ:શુલ્ક સારવાર,દવા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App