તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરથી રસ્તા પોણો ફૂટ નીચા બનાવી દેવાયા

વેરાવળમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરથી રસ્તા પોણો ફૂટ નીચા બનાવી દેવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં ભુગર્ભ ગટર દરમિયાન ખોદાયેલા રસ્તાની કામગીરી ચાલી રહી છે. પરંતુ રસ્તાઓ ગટરનાં ચેમ્બરથી જ નીચા બનતા તંત્રની અણઆવડત સામે આવી છે.

વેરાવળ શહેરમાં ભુગર્ભ ગટરનાં કામને લઇ શહેરનાં મુખ્ય અને આંતરીક રસ્તાઓ પર ખોદકામ કરવામાં આવ્યું હતું. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. બાદમાં ખોદાયેલા રસ્તાનાં નવિનીકરણ માટે 45 કરોડથી વધુ ગ્રાન્ટ ફાળવાઇ હતી અને પેવર બ્લોક અને સીસીરોડનાં કામ શરૂ થયાં હતાં. જે લગભગ પુર્ણ થવામાં છે. પરંતુ અમુક વિસ્તારમાં લેવલીંગ વિનાજ રોડ બનાવાયાં છે અને રોડથી ચેમ્બરનાં ઢાંકણાં પોણો ફુટ ઉંચા જોવા મળી રહયાં છે. જેથી તંત્રની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યાં છે.

રસ્તાનાં કામોમાં કયાંય ખામી આવી નથી, તંત્રનો સબસલામત હોવાનો દાવો
કોઇ અધિકારી સ્થળ પર નથી આવ્યા
આ અંગે સ્થાનિક વશરામભાઇએ જણાવ્યું હતું કે, અમારા ઘર પાસે રોડ તો બની ગયો પણ ચેમ્બર ઉંચી જોવા મળી રહી છે. જયારે કામ શરૂ હતું ત્યારે અમે રજુઆત પણ કરી હતી. છતાં કોઇ અધિકારી આજદિન સુધી આવ્યાં નથી.

શું કહે છે ચીફ ઓફિસર ?
આ અંગે ચીફ ઓિફસરે જણાવ્યું હતું કે, મોટાભાગનાં રોડ પુર્ણ થઇ ગયા છે. જે રોડમાં ચેમ્બરો બહાર દેખાય છે તે જે તે કોન્ટ્રાકટરની જવાબદારી છે. રોડનું ફીનીશીંગ કામ પુર્ણ થતાં જ રોડની વચ્ચોવચ્ચ દેખાતી ચેમ્બરો નીચી કરી દેવાશે.

વેરાવળ નગરપાલિકા દ્વારા રસ્તાનાં કામોને લઇ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન તરીકે નિમવામાં આવી છે. જેમનાં મનિષ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, કામો ટેન્ડર અને શરતો મુજબ થઇ રહયાં છે અને રોડનાં કામમાં કયાંય ખામી સામે આવી નથી. જેમનો રીપોર્ટ દર અઠવાડીયે પાલિકાને આપીએ છીએ. નવાઇની વાત એ છે કે, રસ્તા પર સ્પષ્ટ પણે ચેમ્બરોથી રોડ નીચે જોવા મળી રહયાં છે. ત્યારે જવાબદારો સબ સલામત હોવાનાં દાવાઓ થઇ રહયાં છે. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...