તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • ગુજરાત સરકારે દિવ્યાંગ લોકોની ચિંતા કરી દિવ્યાંગ લગ્ન સહાય

ગુજરાત સરકારે દિવ્યાંગ લોકોની ચિંતા કરી દિવ્યાંગ લગ્ન સહાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારે દિવ્યાંગ લોકોની ચિંતા કરી દિવ્યાંગ લગ્ન સહાય યોજના રાજ્યભરમાં અમલમાં મુકી છે. આ યોજના અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં 27 લાભાર્થીઓને 11.70 લાખની સહાય ચૂકવવામાં આવી છે.

સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલમાં મુકી છે. જેમાં સ્ત્રીઓ માટે 18 વર્ષ કે તેથી વધુ અને પુરૂષો માટે 21 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ. 40 ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને આ યોજનોના લાભ મળવાપાત્ર થશે. સાથોસાથ લગ્ન નોંધણી કરાવેલી હોવી આવશ્યક છે. આ યોજનામાં કોઇ આવકમર્યાદા નથી તમામ દિવ્યાંગજનોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ વચ્ચે લગ્નના કિસ્સામાં દંપતિને કુલ 1 લાખની આર્થિક સહાય મળવાપાત્ર છે. તેમજ દિવ્યાંગ વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ વચ્ચે લગ્નના કિસ્સામાં દંપતિને 50 હજારની આર્થિક સહાય મળશે. દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ ગીર સોમનાથ જિલ્લાના 40 ટકા થી વધુ દિવ્યાંગ દંપતિને પણ મળવાપાત્ર છે.

આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા સહ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી ઈણાજ સેવાસદન ખાતે સંપર્ક સાધવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હંસાબેન વાળાએ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...