તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • ઇન્દોર વેરાવળની એક્ષ્પ્રેસ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપો

ઇન્દોર-વેરાવળની એક્ષ્પ્રેસ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્દોર-વેરાવળ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ ન મળતાં તેનો જૂનાગઢ શહેરમાંથી વ્યાપકપણે વિરોધ ઉઠ્યો છે. ત્યારે કેન્દ્રિય મંત્રી, સાંસદ અને ભાજપનાં અગ્રણીએ રેલ્વે મંત્રીને મળી આ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપવા રજૂઆત કરી છે.

ઇન્દોર-વેરાવળની અઠવાડિક ટ્રેન મહામના એક્ષ્પ્રેસને જૂનાગઢનું સ્ટોપ ન મળતાં જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સે ગઇકાલે સૌપ્રથમ વિરોધ નોંધાવ્યા બાદ આજે ખેડૂત હિતરક્ષક સમિતીએ પણ વિરોધમાં ઝૂકાવ્યું હતું. બંને સંસ્થાઓએ આ મામલે જો રેલ્વે તંત્ર યોગ્ય પ્રતિસાદ નહીં આપે તો આંદોલનનાં મંડાણ કરવાની પણ ચિમકી આપી છે. તો ભાજપ અગ્રણી પ્રદિપ ખીમાણી, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને જૂનાગઢનાં સાંસદ ચુડાસમાએ આ ટ્રેન જૂનાગઢ ઉભી રહે એ માટે રેલ્વે મંત્રી સમક્ષ રજૂઆત કરી છે. આ ટ્રેનમાં વેરાવળથી ઇન્દોરની ટિકીટ જનરલ કોચમાં રૂ. 248, સ્લીપર ક્લાસમાં રૂ. 445, થર્ડ એસીમાં રૂ. 1210 અને સેકન્ડ એસીમાં રૂ. 1750 રાખવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...