તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • બાળકોને ઉઠાવતી ગેંગની શંકામાં લોકોએ મહિલાને માર મારી મકાનમાં જ પુરી દીધી

બાળકોને ઉઠાવતી ગેંગની શંકામાં લોકોએ મહિલાને માર મારી મકાનમાં જ પુરી દીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાં જાલેશ્વરમાં બાળકોને ચોકલેટની લાલચ આપી ઉઠાવી જતી ગેંગની શંકામાં લોકોએ પરપ્રાંતિય મહિલાને માર મારી મકાનમાં પુરી દીધી હતી. બે મહિલા નાસી ગઇ હતી. પોલીસ તપાસમાં મહિલા માનસીક અસ્થિર હોવાનું ખુલ્યું હતું.

વેરાવળનાં જાલેશ્વર વિસ્તારમાં બાળકોને ઉઠાવી જતી ગેંગની શંકાએ એક પરપ્રાંતિય મહિલાને લોકોએ મકાનમાં પુરી દીધી હતી. આ ઘટનાને પગલે ટોળા એકઠા થઇ ગયેલ અને મહિલાને માર પણ મારવાં લાગ્યાં હતાં. બાદમાં પોલીસે દોડી આવી આ શંકાસ્પદ મહિલાને પોલીસ સ્ટેશને લાવી પુછપરછ કરી હતી. આ વિસ્તારમાં ત્રણ મહિલાઓ આવી હતી અને બાળકોને ચોકલેટની લાલચ આપી ઉઠાવી જવાની કોશિષ કરી રહેલ હોય ત્યારે એક છોકરો જોઇ જતાં દેકારો મચાવી દેતા અન્ય બે મહિલા નાસી ગઇ હતી અને એક મહિલાને પકડીને મકાનમાં પુરી દીધી હતી એમ આ વિસ્તારનાં લોકોએ પોલીસને કહયું હતું. પોલીસ તપાસમાં આ મહિલા માનસીક રીતે અસ્થિર હોવાનું ખુલવા પામ્યું હતું.

પરપ્રાંતિય મહિલા દ્વારા ચોકલેટની લાલચ આપીને બાળકને ઉઠાવી જવાનાં પ્રયાસનાં સમાચાર પ્રસરતા ટોળા એકઠા થયા હતા.તસવીર-રાજેશ ભજગોતર

☺મને ચોકલેટની લાલચ આપી : બાળક
ત્રણ મહિલાઓએ મને ચોકલેટની લાલચ આપી ઉઠાવી જવાની કોશિષ કરી હતી એમ ભોગ બનનાર બાળકે જણાવ્યું હતું.

☺હું આસામની છું : પરપ્રાંતિય મહિલા
હું બહારનાં રાજય આસામની નિવાસી છુ એમ મહિલાએ પોલીસને જણાવ્યું હતું. આ મહિલાએ માનસીક સંતુલન ગુમાવ્યું હોવાનું અને તેને ખોટી રીતે હેરાન કરવામાં આવી હોવાનું પોલીસને માલુમ થયું હતું. જો કે, સ્થાનિક લોકોનાં કહેવા મુજબ આ મહિલા સાથે અન્ય બે મહિલાઓ પણ હતી અને તે નાસી ગઈ હતી. ત્યારે પોલીસ દ્વારા તપાસનો વિષય બન્યો છે.

મહિલાની ભાષા સમજાતી નથી : ડીવાયએસપી
લોકોએ પકડેલી પરપ્રાંતિય મહિલાની પુછપરછમાં તેની ભાષા સમજાતી ન હોવાથી પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ ગઇ છે એમ ડીવાયએસપી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું. જોકે આ મહિલા નિર્દોષ હોવાનું પોલીસે કહી દેતા પોલીસની કામગીરી સામે પણ લોકોમાં અનેક સવાલો સર્જાયાં છે.

પોલીસ દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયાસ
પોલીસે તપાસ કર્યા પહેલા જ મહિલાને કલીનચીટ આપી દીધી છે અને સ્થાનીક અજાણ્યા લોકો સામે ગુનો નોંધી આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ મછીયારા સમાજનાં આગેવાન યુસુફ ભેંસલીયાએ કર્યો હતો.

☺☺☺કોઇપણ શંકા લાગે તો પોલીસને જાણ કરો : પીઆઇ
શહેરમાં બાળકોને ઉઠાવતી કોઇ ગેંગ સક્રિય નથી. િભક્ષુકો કે પરપ્રાંતિય લોકો શંકાસ્પદ રીતે નજરે ચઢે તો નજીકની પોલીસ ચોકી કે કંટ્રોલને તુરંત જાણ કરવી. પરંતુ કોઇપણ વ્યકિતએ કાયદો હાથમાં લેવો નહીં એમ સીટી પીઆઇ બી.બી.કોલીએ જણાવ્યું હતું.

☺કાયદો હાથમાં લેનાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો
જાલેશ્વર વિસ્તારનાં લોકોએ કાયદો હાથમાં લીધેલ હોય તેથી પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...