Divya Bhaskar

Home » Saurashtra » Somnath » Veraval » Veraval - વેરાવળમાં મધરાતે 25 વર્ષ જુના મકાનની છત તૂટી પડતાં 1ને ઇજા

વેરાવળમાં મધરાતે 25 વર્ષ જુના મકાનની છત તૂટી પડતાં 1ને ઇજા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:11 AM

ખારવાવાડમાં ઉપરનાં માળનો લાકડાનો પીલર તુટતાં ઘટી દુર્ઘટના

  • Veraval - વેરાવળમાં મધરાતે 25 વર્ષ જુના મકાનની છત તૂટી પડતાં 1ને ઇજા
    વેરાવળ શહેરનાં ખારવાવાડામાં વંડીની પાછળની ગલીમાં પદમશીભાઇ કોટીયાનું અંદાજીત 25 વર્ષ જુનું મકાન આવેલું હોય અને શનિવારે મધરાતે 3 વાગ્યાની આસપાસ ઉપરનાં માળનાં રૂમની વચ્ચે આવેલો લાકડાનો પીલોર તુટવાથી છત ધરાશાયી થતાં નીચે રૂમમાં સુતેલા પદમશીભાઇનાં જમાઇ તુલસીભાઇ ગોહેલની માથે મલબો પડતાં તેમને માથા અને હાથનાં ભાગે ઇજા પહોંચી હતી. આ મકાન જર્જરીત હોવા છતાં માલિકને પાલિકા દ્વારા કોઇ નોટીસ અપાઇ ન હોવાનું જાણવા મળે છે. પાલિકા દ્વારા શહેરમાં 121 જર્જરીત મકાનોની યાદી તૈયાર કરી સમયાંતરે નોટીસ ફટાકારાઇ છે છતાં પણ લોકો જીવનાં જોખમે રહે છે. તસ્વીર- ચેતન અપારનાથી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending