• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • Veraval - પીએમનાં જન્મ દિવસે ગીર-સોમનાથ જિલ્લામાં નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

પીએમનાં જન્મ દિવસે ગીર-સોમનાથ જિલ્લામાં નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસે 17 સપ્ટેમ્બરનાં ગીર-સોમનાથમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા નિ:શુલ્ક...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:11 AM
Veraval - પીએમનાં જન્મ દિવસે ગીર-સોમનાથ જિલ્લામાં નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસે 17 સપ્ટેમ્બરનાં ગીર-સોમનાથમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. જિલ્લાનાં વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા અને તાલાળા તાલુકામાં આયોજીત નિદાન કેમ્પમાં આરોગ્યની તપાસ કરવા લોકોને અનુરોધ કરાયો છે. વેરાવળ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, વેણેશ્વર મંદીર રોડ, પ્રભાસ-પાટણ ખાતે અને વેરાવળ બંદર રોડ, ખારવા સમાજની વાડી, (સાગર ભવન ખાતે) સામુહિક આરોગ્ય કેન્દ્ર, લીમડા ચોક, સુત્રાપાડા ખાતે અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પોલીસ ક્વાર્ટર કોડીનાર ખાતે લોકોનાં આરોગ્યની નિ:શુલ્ક તપાસ કરી આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવશે. ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉના ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર, સીમર મુ.ખડા, પંચાયત ઓફીસની બાજુમાં, સામુહિક આરોગ્ય કેન્દ્ર, બસ સ્ટેશન પાસે, ગીરગઢડા અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, રમરેચી રોડ, તાલાળા ખાતે આરોગ્ય શાખાની ટીમ દ્વારા લોકોનાં આરોગ્યની નિ:શુલ્ક તપાસ કરાશે. આ કેમ્પમાં નિષ્ણાંત તબિબો દ્વારા લોકોનાં આરોગ્યની તપાસ અને સારવાર આપવામાં આવશે. તેમજ લેબોરેટરી ટેસ્ટ, ઇ.સી.જી. આરોગ્યલક્ષી અને સરકાર દ્વારા ચાલતી યોજનાઓનું આઇ.ઇ.સી. મારફત માર્ગદર્શન આપવામાં આવશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્ય દ્વારા જણાવાયું છે.

X
Veraval - પીએમનાં જન્મ દિવસે ગીર-સોમનાથ જિલ્લામાં નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App