Divya Bhaskar

Home » Saurashtra » Somnath » Veraval » Veraval - આજથી ગીર-સોમનાથના 1075 મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ

આજથી ગીર-સોમનાથના 1075 મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:11 AM

ગીર-સોમનાથ જિલ્લામાં કોડીનાર, ઊના, તાલાળા અને સોમનાથ એમ ચાર વિધાનસભા મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા...

  • Veraval - આજથી ગીર-સોમનાથના 1075 મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ
    ગીર-સોમનાથ જિલ્લામાં કોડીનાર, ઊના, તાલાળા અને સોમનાથ એમ ચાર વિધાનસભા મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આગામી ચુંટણીઓને ધ્યાને લઇ ચૂંટણીપંચની સુચના મુજબ મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરેલ છે. ગીર-સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પરના કુલ 1075 મતદાન મથકો પર તા. 16 સવારે 10 થી સાંજના 5 કલાક દરમ્યાન મતદાર યાદી સુધારણા ઝુંબેશ રાખવામાં આવી છે. 90-સોમનાથ વિધાનસભા મતવિસ્તારના 275 મતદાન મથકો પર તા. 16ના 01 જાન્યુ.2001 સુધીમાં જન્મ થયેલ વ્યક્તિઓના નામ મતદારયાદીમાં દાખલ થઈ શકશે. કોઇ પણ નાગરીક પોતાના નજીકના મતદાન મથકે બુથ લેવાલ ઓફીસરને કે મતદાર નોંધણી અધિકારીને પોતાનુ નામ મતદારયાદીમાં દાખલ કરવા હક દાવા અને વાંધા સુચનો રજુ કરી શકશે.મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા ,કમી કરવા,સરનામા સુધારવા,વધારવા અંગેના નિયત નમુનામાં અરજી કરી શકશે. તેમ 90-સોમનાથ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર દેવકુમાર આંબલીયા દ્વારા જણાવાયું છે. આ સુધારણા ઝુંબેશમાં અનેક મતદારો લાભ લેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending