• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • Veraval સોમનાથ સમુદ્ર તટે ઈન્ટરનેશનલ કોસ્ટ ક્લીન અપ ડે ઉજવાયો, 50 કિલો કચરો એકઠો કરાયો

સોમનાથ સમુદ્ર તટે ઈન્ટરનેશનલ કોસ્ટ ક્લીન અપ ડે ઉજવાયો, 50 કિલો કચરો એકઠો કરાયો

DivyaBhaskar News Network

Sep 16, 2018, 04:11 AM IST
Veraval - સોમનાથ સમુદ્ર તટે ઈન્ટરનેશનલ કોસ્ટ ક્લીન અપ ડે ઉજવાયો, 50 કિલો કચરો એકઠો કરાયો
દર વર્ષે સપ્ટેમ્બર માસના ત્રીજા શનિવારે વિશ્ચ ભરના સાગરતટ સફાઇ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેને લઇ સોમનાથ પ્રભાસપાટણ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ સમુદ્ર કિનારા પર શનિવારે ઈન્ટરનેશનલ સમુદ્રીતટ ક્લિનઅપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડ યુનિટ વેરાવળ, સોમનાથ મરીન પોલીસ, પ્રભાસ પાટણ પોલીસ, સીએમએફઆર,સીઆઇએફટી, સોમનાથ ટ્રસ્ટ યુનિટ સહિતનાં 150થી વધુ જવાનો અને કર્મચારીઓએ આ સમુદ્ર તટની સફાઇમાં ભાગ લીધો. કોસ્ટગાર્ડ સ્ટેશન કમાન્ડીંગ ઓફિસર નવીનકુમાર રમ્બાની આગેવાની હેઠળ કોસ્ટગાર્ડ 40 જવાનો અધિકારીઓ સીઆઇએફટી સાયનટીસ્ટ વિભાગના ડો.ટોમસ સી.જોસેફ, સોમનાથ ટ્રસ્ટના ઉપેન્દ્ર કોદાળા અને પ્રભાસપાટણ પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ. ખુમાણ તથા સોમનાથ મરીન પોલીસના પો.ઈન્સ.રાઠોડ તેમજ પોલીસ જવાનો અને અધિકારી આ સ્વચ્છતા અભિયાનમા જોડાઇ લોક જાગૃતિ કરી અને સ્વચ્છતાનો સંદેશો લહેરાવ્યો હતો. આ તકે વેરાવળ - સોમનાથ સમુદ્ર કિનારેથી 5૦ કિલો જેટલું પ્લાસ્ટીક કચરો એકઠો કરી તેનો નિકાલ કર્યો હતો.

X
Veraval - સોમનાથ સમુદ્ર તટે ઈન્ટરનેશનલ કોસ્ટ ક્લીન અપ ડે ઉજવાયો, 50 કિલો કચરો એકઠો કરાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી