Divya Bhaskar

Home » Saurashtra » Somnath » Veraval » Veraval - જાફરાબાદમાં PGVCL સાથે છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો

જાફરાબાદમાં PGVCL સાથે છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:11 AM

છેતરપીંડી કરનાર વેરાવળનો શખ્સ છ માસથી નાસતો ફરતો હતો

  • Veraval - જાફરાબાદમાં PGVCL સાથે છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો
    જાફરાબાદમાં પીજીવીસીએલ વિભાગમાં ફરજ બજાવતા વેરાવળના યુવાને પીજીવીસીએલ વિભાગ સાથે 6 મહિના પહેલા છેતરપીંડી કરી હતી.ત્યારે તેમના વિરૂધ્ધ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો. ત્યારથી જ આ શખ્સ નાસતો ફરતો હતો. ત્યારે આજે આ ગુનો આચરનાર યુવાન વેરાવળની હોટલ પાસે ઉભો હતો. ત્યારે જાફરાબાદ પોલીસે તેમને ઝડપી પાડ્યો હતો.

    જાફરાબાદ પીજીવીસીએલમાં બીલ વિભાગમાં ફરજ બજાવતા વેરાવળના રામભાઈ ભીમભાઈ કટારીયાએ 6 મહિના પહેલા રૂ.97,740ની રકમ નહી ભરી વિભાગ સાથે છેતરપીંડી કરી હતી. ત્યારબાદ તે વેરાવળ નાસી ગયો હતો. ત્યારે આજે અમરેલી જિલ્લા પોલીસ વડાની સુચનાથી આજે જાફરાબાદ પોલીસના આર.ટી.ચનુરા,આર.યુ ધામા, કે.જે.વાળા, આઈ.એલ.ગોહીલ, અજયભાઈ વાઘેલા, પ્રવીણભાઈ સહિતનો સ્ટાફ વેરાવળ દોડી ગયો હતો અને છ મહિનાથી નાસતા શખ્સને ઝડપી લીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending