Home » Saurashtra » Somnath » Veraval » Veraval - વેરાવળ-ઇન્દોર ટ્રેનને જૂનાગઢ સ્ટોપ માટે મંજુરી મળી, સ્ટોપ થતી નથી

વેરાવળ-ઇન્દોર ટ્રેનને જૂનાગઢ સ્ટોપ માટે મંજુરી મળી, સ્ટોપ થતી નથી

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:11 AM

સમય પત્રક ન બન્યું હોવાથી સ્ટોપ ન થતો હોવાનું રેલ્વેનું રટણ

  • Veraval - વેરાવળ-ઇન્દોર ટ્રેનને જૂનાગઢ સ્ટોપ માટે મંજુરી મળી, સ્ટોપ થતી નથી
    ઇન્દોર-વેરાવળ વચ્ચે શરૂ થયેલી સાપ્તાહિક મહામના એક્ષ્પ્રેસ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ ન અપાતાં શહેરની અનેક સંસ્થાઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સે રેલ્વે વિભાગ સહિત વિવિધ સ્તરે રજૂઆતો કરી હતી.

    જેને ભાવનગર રેલ્વે ડિવીઝને હકારાત્મક પ્રતિસાદ આપી અને જૂનાગઢમાં ટ્રેનને સ્ટોપ આપવાની મંજુરી આપી છે પરંતુ હજુ સુધી ટ્રેન જૂનાગઢ રેલ્વે સ્ટેશને ઉભી રહેતી નથી. વેરાવળ-ઇન્દોર વચ્ચે શરૂ થયેલી ટ્રેન નં. 19320/19319 મહામના એક્ષ્પ્રેસને જૂનાગઢ સ્ટોપ ન મળતાં તેની સામે સોરઠમાં જબરદસ્ત વિરોધ વંટોળ ઉઠ્યો હતો અને અંતે મહામના ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપવાની મંજુરી મળી ગઇ છે.

    પરંતુ મંજુરી મળ્યા બાદ પણ હજુ સુધી જૂનાગઢ ખાતે ટ્રેન ઉભી રહેતી નથી. ઇન્દોર-વેરાવળ ટ્રેન મંગળવારે 10:45 મીનીટે ઇન્દોરથી ઉપડે છે અને બુધવારે 6:05ના વેરાવળ ખાતે પહોંચે છે. ગુરૂવારે સવારે 8:45થી વેરાવળથી ઉપડે છે. 5:15ના ઇન્દોર ખાતે પહોંચે છે. જૂનાગઢ ખાતે સ્ટોપની મંજુરી મળ્યા બાદ પણ હજુ સુધી ટ્રેન સ્ટોપ ન થતી હોવાથી મુસાફરોને મુશ્કેલી વેઠવી પડે છે.

    રેલ્વેમાંથી મળતી માહિતી મુજબ હજુ સુધી મહામના ટ્રેનનું સમય પત્રક ન આવ્યું હોવાથી સ્ટોપ થતી નથી. સમય પત્રક આવ્યા બાદ જૂનાગઢ ખાતે પણ ટ્રેન સ્ટોપ થશે. જો કે આ ટ્રેન તા.20ના જૂનાગઢ સ્ટોપ થશે તેવું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ