• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • Veraval - ચોરવાડ ખાતે યોજાયેલા ઝુંડ ભવાનીનાં મેળામાં સ્ટોલ ઉભા કરી વેંચાણ કર્યુ અને રોજગારી મેળવી

ચોરવાડ ખાતે યોજાયેલા ઝુંડ ભવાનીનાં મેળામાં સ્ટોલ ઉભા કરી વેંચાણ કર્યુ અને રોજગારી મેળવી

સ્વનિર્ભરતા વેરાવળમાં બહેનોએ માછલીની વાનગીઓ બનાવી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:11 AM
Veraval - ચોરવાડ ખાતે યોજાયેલા ઝુંડ ભવાનીનાં મેળામાં સ્ટોલ ઉભા કરી વેંચાણ કર્યુ અને રોજગારી મેળવી
વેરાવળનાં સાગર મંથન માછીમાર ઉત્થાન મંડળની બહેનોએ ચોરવાડનાં ઝુંડનાં મેળામાં માછલીની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી રોજગારી મેળવી હતી. વેરાવળ સાગર મંથન માછીમાર ઉત્થાન મંડળની બહેનોએ સીઆઇએફટીની તાલીમ મેળવી હતી અને ઝુંડનાં મેળામાં સ્ટોલ ઉભા કરી માછલીની વિવિધ પ્રકારની વાનગીઓનું વેંચાણ કર્યુ હતું. ઉત્થાન મંડળનાં પ્રમુખ શૈલેષભાઇ હરીભાઇ સુયાણીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમ આપવામાં આવે છે. પરંતુ ઘણાં લોકો તાલીમ લઇ માત્ર સર્ટીફીકેટ જ મેળવી સંતોષ માની લેતા હોય છે. પરંતુ તેમાંથી રોજગારી કઇ રીતે મેળવવી તે જાણતા હોતા નથી. જ્યારે આ બહેનોએ માર્ગદર્શન મેળવી આ કાર્ય કર્યુ છું. આગામી દિવસોમાં આ પ્રોડકટની એક વ્યવસ્થિત બ્રાન્ડ બનાવી વિવિધ જગ્યાએ પહોંચાડાશે. જો સરકાર દ્વારા યોગ્ય સહાય અપાય તો બેરોજગારોને રોજગારી મળી શકે છે.

Veraval - ચોરવાડ ખાતે યોજાયેલા ઝુંડ ભવાનીનાં મેળામાં સ્ટોલ ઉભા કરી વેંચાણ કર્યુ અને રોજગારી મેળવી
X
Veraval - ચોરવાડ ખાતે યોજાયેલા ઝુંડ ભવાનીનાં મેળામાં સ્ટોલ ઉભા કરી વેંચાણ કર્યુ અને રોજગારી મેળવી
Veraval - ચોરવાડ ખાતે યોજાયેલા ઝુંડ ભવાનીનાં મેળામાં સ્ટોલ ઉભા કરી વેંચાણ કર્યુ અને રોજગારી મેળવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App