• Gujarati News
  • વેરાવળ તાલુકાનાં શાંતિપરા પાસે ટ્રકે રીક્ષાને ઉડાવતા ચાલકનું મોત

વેરાવળ તાલુકાનાં શાંતિપરા પાસે ટ્રકે રીક્ષાને ઉડાવતા ચાલકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ- ગડુ હાઇવે રોડ પર શાંતિપરા ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું સ્થળ પર મૃત્યુ નિપજેલ છે.

ચોરવાડ તાબાના ઘુમલી ગામે રહેતા દલિત કમલેશ દિલીપભાઇ કાથડ છકડો રીક્ષા નં.જીજે-11-ઝેડ- 1345ની લઇ વેરાવળ તરફ આવી રહેલ તે વખતે આજે બપોરે 1-55 વાગ્યા આસપાસ કીડીવાવ નજીક આવેલ શાંતિપરા ગામના પાટીયા પાસે ટ્રક નં.જીજે-11-યુ- 8896ના ચાલકે છકડો રીક્ષાને હડફેટે લઇ લેતા ચાલક કમલેશભાઇ કાથડને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર મોત નિપજયું હતું. જયારે અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો. મૃતકનાં દાદા મંગાભાઇ કાથડે ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કરોતરા તપાસ હાથ ધરી છે.