• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળ શહેરમાં ટ્રાફિક નિયમોને ઘોળી પી જતા રીક્ષા અને કાર ચાલકો

વેરાવળ શહેરમાં ટ્રાફિક નિયમોને ઘોળી પી જતા રીક્ષા અને કાર ચાલકો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળશહેરનાં સાંકળા એવા જુની કોર્ટથી ટેલીફોન ઓફીસ તરફનાં રસ્તા પર રીક્ષા અને કાર માટે મનાઇ હોવા છતા ટ્રાફીકનાં નિયમોને જાણે ઘોળી પી ગયા હોય તેમ વાહન પસાર કરતા ભારે ટ્રાફીક જામ થાય છે. અને જેને કારણે અન્ય રાહદારી અને બાઇક સવારોને પણ હાલાકી ભોગવવી પડે છે.

શહેરનાં જુની કોર્ટથી ટેલીફોન ઓફીસ તરફનાં રસ્તા પર ટ્રાફીક જામ થતો હોવાથી તથા વાહનો સામ-સામે આવી જતા ઘર્ષણના બનાવો બનતા ટ્રાફીક પોલીસ દ્વારા રસ્તા પર STOP લખેલી લોખંડની ટ્રોલીઓ મુકવામાં આવી હોવા છતા જાણે ટ્રાફીકના નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ રીક્ષા ચાલકો અને કાર ચાલકો મનાઇ હોવા છતા વાહનો પસાર કરે છે જેને કારણે ટ્રાફીક જામ થાય છે. કારણ કે, રસ્તો પહેલેથી સાંકડો હોય આમ પણ મોટા વાહનો પસાર થઇ શકતા હોવાથી ટ્રોલી મુકવામાં આવી છે.પરંતુ રીક્ષા અને કાર ચાલકો ટ્રોલી હટાવી પસાર થઇ જાઇ છે.

જેને કારણે ફરી પાછી ટ્રાફીકની સમસ્યા ઉભી થવા પામી છે અને જેનો ભોગ બાઇક ચાલકો અને અહિંથી પસાર થતા રાહદારીઓને બનવું પડે છે અને હાલાકી ભોગવી પડે છે. ત્યારે આમ, ખુલ્લે આમ ટ્રાફીકના નિયમોને તોડી દાદાગીરી કરતા રીક્ષાચાલકો અને કાર ચાલકો સામે યોગ્ય પગલા લેવાય તેવી લોકમાંગ ઉઠી છે.

સાંકડા રસ્તામાંથી પરાણે પસાર થતા ટ્રાફિક સમસ્યા. }રવિ ખખ્ખર

અન્ય સમાચારો પણ છે...