વેરાવળમાં વરસાદ પડતાંની સાથે જ રસ્તા પર પડ્યા ગાબડાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં વરસાદ પડતાની સાથે જ માર્ગ પર ખાડાઓ પડી ગયા હોવાથી તંત્રની પોલ ખુલી ગઇ હતી. વેરાવળમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘાવી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અને પાણીનો નિકાલ ન થતાં રસ્તા પર જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે અને કરોડોના ખર્ચે બનેલ નવા નકોર રોડ પર ખાડાઓ પડી જતાં તંત્રની કામગીરી સામે લોકોએ સવાલો ઉઠાવ્યા છે. હાલ તો રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...