• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ બન્યા મહેન્દ્ર દવે

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ બન્યા મહેન્દ્ર દવે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનાં કુલપતિ તરીકે આર્કનાથ ચૌધરીની ટર્મ પૂરી થતાં તેમની જગ્યાએ જ્યાં સુધી નવા કુલપતિની નિમણૂંક ન થાય ત્યાં સુધી પ્રો. મહેન્દ્ર દવેની ઇન્ચાર્જ કુલપતિ તરીકે નિમણૂંક થઇ છે. તેઓ હાલ સોમનાથ સંસ્કૃત યુનિ.માં રજીસ્ટ્રાર અને સિનીયર પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

સોમનાથ સંસ્કૃત યુનિ.નાં કુલપતિ આર્કનાથ ચૌધરીનો કાર્યકાળ તા. 12 જુલાઇ 2018 નાં રોજ પૂરો થયો છે. તેમની જગ્યાએ નવા કુલપતિની નિમણૂંક માટે રાજ્ય સરકારે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. જેમાં 22 અરજી આવી છે. ગત તા. 11 જુલાઇનાં રોજ શિક્ષણ વિભાગે નિમેલી સર્ચ કમિટીની બેઠક મળી હતી. જેમાં 3 નામોનાં સિલેક્શન કરી રાજ્યપાલને મોકલી અપાયા છે. જ્યાં સુધી નવા કુલપતિ ચાર્જ ન સંભાળે ત્યાં સુધી પ્રો. મહેન્દ્ર દવે ઇન્ચાર્જ કુલપતિ તરીકે ફરજ બજાવશે. તમણે આજે પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...