તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Veraval વેરાવળમાં યુવતીની છેડતી મુદ્દે ટોળુ રોડ પર આવી ગયું

વેરાવળમાં યુવતીની છેડતી મુદ્દે ટોળુ રોડ પર આવી ગયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં ન્યુ મહિલા કોલેજ રોડ પર એક યુવતીની છેડતી મુદ્દે લોકો એકઠા થઇ ગયા હતાં અને આ વિસ્તારમાં આવારા તત્વોના ત્રાસમાંથી મુકિત અપાવવા માંગ કરી હતી. વેરાવળ શહેરમાં 60 ફુટ રોડ મહિલા કોલેજ રોડ પર આવારા તત્વો મોડીરાત સુધી અડ્ડો જમાવીને બેઠા રહે છે. જેમને લઇ અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં કોઇ કાર્યવાહી કરવામા આવી નથી. ત્યારે જ ન્યુ મહિલા કોલેજ રોડ પર એક યુવતીની છેડતી મુદ્દે 60 થી વધુ લોકો રવિવારે સાંજનાં એકઠા થઇ ગયા હતાં. બાદમાં પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી અને મામલો થાળે પાડયો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવવાની માંગ પણ કરી હતી. આ બનાવમાં બે યુવાનોને લોકોએ માર માર્યો હોવાનું જાણવા મળે છે. જેમને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા છે. પોલીસે નિવેદનો લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...