તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Veraval ખાનગી શાળા છોડી મેઘપુર સરકારી શાળામાં 126 છાત્રોએ પ્રવેશ મેળવ્યો

ખાનગી શાળા છોડી મેઘપુર સરકારી શાળામાં 126 છાત્રોએ પ્રવેશ મેળવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ પંથકનાં મેઘપુર ગામની સરકારી પ્રા.શાળામાં ખાનગી શાળામાંથી 126 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ શાળામાં શિક્ષકો છાત્રોને ગુણવત્તાસભર શિક્ષણ આપી રહ્યાં છે અને દરેક વર્ગખંડ સીસીટીવીથી સજ્જ છે. જેમનું સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આચાર્ય વિરમભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે વોટસએપ ગૃપ બનાવી શાળામાં થતી વિવિધ પ્રવૃતિઓથી વાલીઓને અવગત કરવામાં આવે છે. તેમજ છાત્રોને પણ કોઇ મુશ્કેલી ન પડે તે માટે તમામ સ્ટાફ પણ સમયાંતરે તેમની સાથે સંવાદ કરી તેમનાં પ્રશ્નો જાણે છે અને હલ કરવાનો પ્રયત્ન કરેે છે. આ શાળાનાં શિક્ષક માલદેભાઇ વાઢેરનું શિક્ષકદિન નિમીત્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું.

બચત બેંક શરૂ, છાત્રો જાતે જ સંચાલન કરે છે
છાત્રો દ્વારા શાળામાં બચત બેંકની શરૂઆત કરાઇ છે. જેમાં છાત્રો જાતે જ સંચાલન કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે નાણાં લઇ શકે છે. આ સાથે જીએસસીએલ ફાઉન્ડેશનનાં સહયોગથી લાઇબ્રેરી પણ કાર્યરત છે. જેમાં 12 હજાર જેટલા પુસ્તકો રાખવામાં આવ્યા છે.

સ્વચ્છતામાં પ્રથમ નંબર મેળવ્યો હતો
આ શાળામાં સ્વચ્છતા પ્રત્યે પણ અત્યંત જાગૃતિ છે અને વર્ષ-2016માં સર્વશ્રેષ્ઠ સ્વચ્છતાનો એવોર્ડ પણ મેળવ્યો હતો. આ ઉપરાંત રમત-ગમ્મત, સ્કોલશીપ પરીક્ષામાં છાત્રો અવ્વલ નંબર રહે છે.

અન્ય સમાચારો પણ છે...