• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વડોદરાનો શિવમ 5:43 કલાક, સુરતની મોનિકા 4: 14 કલાકમાં જ દરિયો ખેડી બન્યાં ચેમ્પિયન

વડોદરાનો શિવમ 5:43 કલાક, સુરતની મોનિકા 4: 14 કલાકમાં જ દરિયો ખેડી બન્યાં ચેમ્પિયન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરબી સમુદ્રમાં રવિવારે યોજાયેલ 30મી વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાઇઓમાં ગુજરાત (વડોદરા) નાં શિવમ બી જેઠુડી ૫ કલાક 43 મીનીટ અને 49 સેકન્ડનાં સમય સાથે અને બહેનોમાં મોનીકા એમ નાગપુરે 4 કલાક 14 મીનીટ અને 15 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયા હતા. ભાઇઓ માટે આ સ્પર્ધા ચોરવાડથી વેરાવળ બંદર 21 દરિયાઇ નોટીકલ માઇલ અને બહેનો માટે આદ્રીથી વેરાવળ બંદર 16 દરિયાઇ નોટીકલ માઇલ સુધીની આ સ્પર્ધામાં ભાઇઓમાં દ્રિતીય સ્થાને સેલર સંપન્ન આર. (મહારાષ્ટ્ર) 6 કલાક 1 મીનીટ અને 8 સેકન્ડ તૃતિય સ્થાને સેલર કરણ ડી. (ગુજરાત) 6 કલાક 10 મીનીટ અને 3 સેકન્ડ તેમજ બહેનોમાં ડોલ્ફી બી. સારંગ (ગુજરાત) 4 કલાક 38 મીનીટ અને 43 સેકન્ડ તથા તૃતિય સ્થાને પ્રભુ નીકિતા એલ. (મહારાષ્ટ્ર) 4 કલાક 41 મીનીટ અને 44 સેકન્ડનાં સમય સાથે વિજેતા થયા હતા. કમિશ્રર યુવક સેવા અને સાંસ્કૂતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા વહિવટીતંત્ર અને હરિઓમ આશ્રમ સુરત/નડીયાદ પ્રેરિત આ સ્પર્ધા દર એકાંતરા વર્ષે ચોરવાડ થી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં 18 ભાઇઓ અને 8 બહેનો મળી કુલ 26 સ્પર્ધકો સહભાગી થયા હતા. વેરાવળ ખાતે યોજાયેલ સમાપન સમારોહમાં જિલ્લા પ્રભારી સચિવ સંજયનંદને કહ્યું કે, આ સ્પર્ધા ખુબ સાહસ અને ધૈર્ય સાથે ચેલેન્જીંગ છે. તેમણે સ્પર્ધકોને ઇગ્લીશ ચેનલ પાર કરવા પ્રોત્સાહીત કર્યા હતા. વિજેતાઓને રોકડ પુરષ્કાર, પ્રમાણપત્ર, ટ્રોફી આપી સન્માનીત કરાયા હતા. યુવક સેવા વિભાગનાં સંયુકત સચિવ ભાવેશ એડા, કલેકટર અજય પ્રકાશ, ડીડીઓ અશોક શર્મા, એસપી હિતેષ જોઇસર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

30મી વિરસાવરકર અખિલ ભારતીય તરણ સ્પર્ધામાં તરણવીરોએ દરિયા સાથે બાથ ભીડી.

પોરબંદર માછીમાર બોટ એસોસીએશન તેમજ ઈન્ડીયન કોસ્ટગાર્ડ સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટસ ઈવેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તા. 24 ફેબ્રુઆરીના રોજ દોડ અને વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 વર્ષથી 18 વર્ષ સુધીના યુવાનોએ ભાગ લીધો હતો. તે ઉપરાંત આજે પોરબંદરના ચોપાટી ખાતેના સમુદ્રમાં યુવાનો માટે 500 મીટરની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માછીમાર યુવાનોએ દરિયા સાથે બાથ ભીડી હતી તેમજ સાથોસાથ 500 મીટર હોડીસ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

3 વર્ષે ચાલવાનું શીખેલી મોનીકા સ્પર્ધામાં બીજીવાર પ્રથમ સ્થાને
ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધીત્વ કરવાનું સ્વપ્ન
ભાસ્કર ન્યૂઝ | વેરાવળ

સુરતની કોલેજમાં એફવાયબીકોમમાં અભ્યાસ કરતી મોનીકા એમ.નાગપુરે 30 મી વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધામાં સતત બીજીવાર પ્રથમ સ્થાને વિજેતા થઇ હતી. 19 વર્ષ પહેલા સુરતનાં ટેકટાઇલનાં કારખાનામાં કામ કરતા પીતાને ત્યાં જન્મેલી મોનીકા બચપણમાં 3 વર્ષે ચાલતા શીખી હતી. સામાન્ય રીતે સવા વર્ષે ચાલતા શીખીતા બાળકની સરખામણીએ મોનીકા જન્મથી નબળી હતી. ઓલમ્પીકમાં દેશનું પ્રતિનિધીત્વ કરવાનું સ્વપ્ન ઘરાવતી મોનીકાએ આદ્રીથી વેરાવળ બંદર સુધી 16 દરિયાઇ નોટીકલ માઇલનું અંતર 4 કલાક 14 મીનીટ અને 15 સેકેન્ડમાં પૂર્ણ કર્યું હતું. સુરતમાં વહેલી સવારે 4 વાગ્યે ઉઠી રનીંગ, સાયકલીંગ અને સ્વીમીંગ કરતી મોનીકા તરણ સ્પર્ધાને અનોખી ગણાવી કહ્યું કે, આ સ્પર્ધાથી આત્મ વિશ્વાસ વધે છે. દરિયામાં જવાનો ડર દુર થાય છે અને તબીયત તરોતાજા રહે છે. અર્થાત ફીટનેશ માટે સ્વીમીંગ શ્રેષ્ઠ છે. પુના ખાતે યોજાયેલ સ્વીમીંગ, રનીંગ અને સાયકલીંગ ટ્રાયથોક્લોન સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ વિજેતા મોનીકાએ થાઇલેન્ડ અને મલેશીયામાં પણ સ્પર્ધામાં ભાગ લઇ મેડલ પ્રાપ્ત કરેલ છે. મોનીકા સ્પોર્ટસ પ્રત્યે સમર્પીત છે. બચપણમાં નબળી હોવાથી પપાએ મને હસતી-ખેલતી- દોડતી જોવા સ્પોર્ટસ પ્રત્યે રૂચી કેળવવાં ખુબ સહયોગ આપ્યો. આજે હું જે કાંઇ છું તે મારા પપા,મમી અને મારા કોચને આભારી છું. બસ હવે તો ઓલમ્પીક એ જ મારૂ સ્વપ્ન છે. મારુ આ સપનું સાકાર નહીં થાય ત્યા સુધી તરતી રહીશ. મોનિકાનો જુસ્સો જોઇ સાગરપુત્રોએ તાળીઓનાં ગડગડાટથી તેને વધાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...