તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • આર્થિક ભીંસનાં કારણે નજીકનાં સંબંધીઓએ તાલાલામાંથી બાળકનંુ અપહરણ કર્યું હતું

આર્થિક ભીંસનાં કારણે નજીકનાં સંબંધીઓએ તાલાલામાંથી બાળકનંુ અપહરણ કર્યું હતું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર-સોમનાથનાતાલાલાના પુર્વધારાસભ્ય ગોવિંદભાઇ પરમારના દોહીત્ર અને જિ.પં. સદસ્ય માનસીંગભાઇ પરમારના ભાણેજનાં અપહરણથી ચકચાર મચી જવા પામી હતી. જોકે, જિલ્લા પોલીસે અપહરણના 13 કલાકમાં બાળકનો છુટકારા થવા સાથે એક યુવતી, બે યુવાનો સહિત ત્રણ અપહરણકારોને પોલીસે દબોચી લીધા હતા.

હાઇપ્રોફાઇલના ગુનાનો ભેદ ઉકેલાય જતા જિલ્લા પોલીસ અધિક્ષક અશોકકુમાર મુનિયાએ સમગ્ર ઘટનાક્રમ રજુ કરતા જણાવ્યું હતું કે, તાલાલા શહેરમાંથી ગુરૂવારે કારડીયા દેવાભાઇ કરશનભાઇ ડોડીયાનો સાડા ત્રણ વર્ષનો પુત્ર હિમાંશુ કે જે ઝગમગ પ્લે હાઉસમાં ભણવા ગયેલ હતો. દરમિયાન સવારે 10.30 આસપાસ એક યુવાન પ્લે હાઉસ પાસે બાઇકમાં આવેલ અને સંચાલીકા રૂપલબેનને જણાવેલ કે, હું હિમાંશુ ડોડીયાનો ફુવા થાઉ છુ અને બહાર જવાનું છે તેથી તેને તેડવા આવેલ છું. બાદમાં રૂપલબેનને શંકા જતા પિતા દેવાભાઇને ટેલીફોનીક જાણ કરી હિમાંશુને તેમના સંબંધી અહીંથી લઇ ગયાનું જણાવેલ જે અંગે દેવાભાઇએ ઘરે તપાસ કરતા કોઇ તેડવા ગયેલ હોવાનું બહાર આવતા તે સમયે દેવાભાઇ કામ અર્થે સોનારીયા ગામે ગયેલ હોય જયાંથી તુરંત પરત ફરી પોતાના પુત્રને કોઇ અજાણ્યો યુવાન ખોટી ઓળખાણ આપી લઇ ગયાની તાલાલા પોલીસને જાણ કરતા એસપી અશોક મુનિયા અને ડીવાયએસપી રાજદિપસિંહ નકુમનાં માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ થયેલ હતો. દરમિયાન તાલાલા પીએસઆઇ વાગડીયાએ શહેરનાં સીસીટીવી ફુટેજ જોતા બાઇક પર સફેદ કપડા, હેલમેટ પહેરેલ શખ્સ હિમાંશુને આગળના ભાગે સ્કુલ બેગ સાથે બેસાડી પાલિકા પાસેથી પસાર થતો જોવા મળેલ હતો. જેથી એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી સાથે તમામ સ્ટેશનોને અપહરણની ઘટનાથી એલર્ટ કરવામાં આવેલ હતા.

વેરાવળના કોળીવાડા પાસેથી એક રીક્ષાચાલક પાસેથી મોબાઇલ માંગી હિમાંશુનાં પિતા દેવાભાઇને ફોન કરી રૂા.1 લાખ આપી જા અને તમારા દિકરાને લઇ જા તેમ જણાવી ફોન કાપી નાંખેલ હતો. ત્યારબાદ બપોરે 3.53 વાગ્યે ફરી ફોન કરી હું રાત્રીના ફોન કરૂ છુ પૈસા તૈયાર રાખજે અને હું કહું ત્યાં પૈસા આપી જજો અને તારા બાળકને લઇ જજો તેમ જણાવેલ જેના ઉતરમાં દેવાભાઇએ હા, સાહેબ આપ કહો ત્યાં આવું પૈસા તૈયાર છે. બાદમાં દેવાભાઇએ પોલીસને સમગ્ર હકિકત જણાવેલ અને જે નંબરો પરથી ફોન આવેલ તે સ્વીચઓફ આવતા હતાં. દરમિયાન પોલીસ ટીમોનું વાહનોમાં પેટ્રોલીંગ ચાલુ હતું. પોલીસે ટેકનોલોજીની મદદથી ફોનનું લોકેશન મેળવતા વેરાવળ, કાજલી, દેવડી, ગામ આસપાસ નાં નંબરો મળતા ત્યાં વોચ ગોઠવી દેવાયેલ. દરમિયાન રાત્રીનાં 10.35 અપહરણકારોનો દેવાભાઇને ફોન આવેલ અને તાલાલાથી પૈસા લઇ વેરાવળ તરફ બાઇક પર આવજે, સાઇડ ઇન્ડીકેટર ચાલુ રાખજે, મારા માણસો ઉભા હશે તેને પૈસા આપી બાળકને લઇ જજે. ફોનને ટ્રેક કરતાં વેરાવળ -તાલાલા રોડનું લોકેશન મળતાં અહિંયા પેટ્રોલીંગમાં રહેલ પોલીસ ટીમે ઇણાંજનાં પાટીયા નજીકથી ત્રીપલ સવારીમાં આવી રહેલી બાઇક નજરે પડતાં એલસીબી પીએસઆઇ આર.એમ.ઝાલા અને ટીમે તેનો પીછો કરી હિમાંશુને હેમખેમ છોડાવી લીધેલ. પરંતુ અપહરણકારો નાસી જતાં ફિલ્મી ઢબે પીછો કરી સવની ગામનાં પાટીયા પાસેથી ભેરાળાનાં પ્રધ્યુમન વીરા બારડ, કરીશ્મા વીરા બારડ સગા ભાઇ-બહેન અને રાહુલ અરશી બારડ ( હાલ સુત્રાપાડા)ને દબોચી લેતા 13 કલાકનાં હાઇ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો. પીઆઇ મનિષ ઠાકર, એસઓજી પીએસઆઇ ચૌહાણ, જાડેજા સહિતની સાત ટીમો જોડાઇ હતી. ત્રણેય આરોપી દેવાભાઇનાં નજીકનાં સંબંધીઓ થતાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. આર્થિક ખેંચનાં કારણે હિમાંશુનું અપહરણ કર્યુ હોવાની કબુલાત કરી હોવાનું એસપી મુનિયાએ જણાવ્યું હતું.

આરોપી રાહુલની સુત્રાપાડામાં લેબ છે

આરોપીરાહુલ છેલ્લા માસથી સુત્રાપાડામાં ભાડે મકાન રાખી રહેતો હોવાનું અને પ્રગતિ લેબોરેટરી નામની લેબ ચલાવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રધ્યુમન,કરીશ્મા ભાઇ-બહેન છે

આરોપીપ્રધ્યુમન ધો.12 માં જયારે તેની બહેન કરિશ્મા બીસીએનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

લોકોનાંટોળા પોલીસ સ્ટેશને ઉમટયાં

વેરાવળ,તાલાલા સહિત પંથકમાં પ્રજાજનો ચિંતાતુર બન્યાં હતાં. વોટસઅપ, ફેસબુક જેવા સોશ્યલ મિડીયામાં હિમાંશુ અપહરણકારોની ચુંગાલમાંથી હેમખેમ છુટે એવી પ્રાર્થના કરતા હતા અને આરોપીઓ ઝડપાઇ જતાં પોલીસે સ્ટેશને લોકોનાં ટોળા માસુમની ઝલક જોવા ઉમટી પડયાં હતાં.

પુત્રહેમખેમ મળતાં પરિવાર ગદગદિત

પુત્રહિમાંશુ હેમખેમ મળતાં પરિવારમાં ખુશીનો માહોલ પ્રસર્યો હતો. બાળકને શાળાએ તેડવા મુકવા જવા માટે વાલીઓ સર્તક અને સાવચેત રહેવું જોઇએ એમ હિમાંશુનાં પિતા દેવાભાઇ અને માતા સુશીલાબેને જણાવ્યું હતું.

શૈક્ષણિકસંસ્થાઓને એન્ટ્રી પોઇન્ટ પર સીસીટીવી મૂકવા સુચના અપાશે : એસપી

ઘટનામાંપ્લે હાઉસની બેદરકારી બહાર આવી હોય આગામી દિવસોમાં જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, પ્લે હાઉસ, નર્સરીઓમાં એન્ટ્રી પોઇન્ટ પર સીસીટીવી મુકવા સુચના અપાશે એમ એસપી મુનિયાએ જણાવ્યું હતું.

પ્રથમ તસ્વીરમાં પકડાયેલ ત્રણેય આરોપીઓ નજરે પડે છે જ્યારે બીજી તસ્વીરમાં માતા-પિતા સાથે માસૂમ બાળક અને પોલીસ સ્ટાફ દેખાઈ રહ્યો છે અને ત્રીજી તસ્વીરમાં પોલીસ કચેરીએ ઉમટી પડેલા લોકોનાં ટોળા નજરે ચઢે છે. }રવિ ખખ્ખર

અન્ય સમાચારો પણ છે...