તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરની તરૂણી માતાનાં ઠપકાથી સોમનાથ પહોંચી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરખાતે રહેતી એક 16 વર્ષીય સગીરાને તેની માતાએ ઠપકો આપતા તેણી ઘરેથી કહયા વગર નિકળી જઇ સોમનાથ આવી પહોંચેલ હતી. અંગે 181 હેલ્પલાઇને જાણ થતાં હેલ્પલાઇનના સ્ટાફ દ્વારા સગીરાને સમજાવી પરત તેણીની માતાને સોંપેલ હતી.

અંગે પ્રાપ્ત વિગતોનુસાર જામનગરનાં ખાવડી ખાતે રહેતી એક 16 વર્ષીય સગીરાને તેની માતાએ ઠપકો આપતા તેણી ઘરેથી કહયા વગર નિકળી જઇ બે દિવસ પૂર્વે રાત્રીનાં સોમનાથ રેલ્વે સ્ટેશને આવી પહોંચી બેસેલ દરમિયાન રેલ્વે સ્ટેશનમાં ફરજ બજાવતા આરપીએફ જવાનના ધ્યાને એકલી સગીરા આવતા તેણે તુરત પુછપરછ કરેલ પરંતુ સગીરા કંઇ બોલતા તુરંત વેરાવળ 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરી બોલાવતા હેલ્પલાઇનનાં કાઉન્સીલર મીનાક્ષીબેન ખાવડી, અસ્મિતા વાળા સહિતનાએ તુરંત રેલ્વે સ્ટેશને પહોંચી સગીરાને ઓફીસે લઇ આવી સમજાવટ કરી તેણી કયાં રહે છે અહીં કંઇ રીતે અને કેમ આવી તે બાબતે પુછપરછ કરતા તેણીએ નારાજ થઇને આવેલ હોવાનું જણાવતા સગીરાને કાઉન્સીલર મીનાક્ષીબેન સહિતનાએ સમજાવટ કરી તેણીના વાલીને અત્રે બોલાવી સોપેલ હતી. આમ, હેલ્પલાઇનના સ્ટાફની સમજાવટથી એક 16 વર્ષીય સગીરાને તેના ઘરે પરત મોકલી સરાહનીય કામગીરી કરેલ હતી. આમ સમયે 181 પહોંચી જતા તરૂણી કોઈ ખોટું પગલું ભરે તે પહેલા સમજાવટ કરી નાંખી હતી.

181નાં સ્ટાફે સમજાવટ કરી વાલીને બોલાવી મેળાપ કરાવી આપ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો