તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાં 7 દાયકાથી સફાઈ તંત્રનો અભાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાતદાયકા પુર્વે વેરાવળ- સોમનાથમાં નગરપાલિકાની રચના થયાનાં સમયથી શહેરમાં સફાઇકર્મીઓએ સફાઇ કામગીરી કર્યા બાદ કંઇ જગ્યાએ કચરો એકઠો કરવા આયોજન કે કામગીરી કરેલ હોવાને લીધે દરરોજ 25 ટન જેટલો કચરો ખુદ પાલિકાનાં સફાઇકર્મીઓ જાહેરમાં ઠાલવી રહયા છે.

વેરાવળ- સોમનાથ શહેરમાં પાલીકા તંત્ર શહેરનાં 28 ચો.કીમી વિસ્તારની નિયમિત સફાઇ માટે 430 જેટલા સફાઇકર્મીઓ કામગીરી કરી રહયા છે. જેમાં જાહેરમાં જગ્યાઓએ 160 જેટલા કચરાનાં પોઇન્ટો નક્કી કરેલ તેમજ 60 જગ્યાઓએ કચરો એકઠો કરવા માટેનાં કન્ટેનરો મુકવામાં આવી નથી. અને અગાઉની રૂઢી મુજબ આજની સ્થિતીએ કચરો એકઠો કરી ઉપાડવામાં આવી રહેલ છે. અને શહેરમાં સફાઇ કામગીરી પાછળ દર મહિને પચ્ચીસ લાખથી વધુ રકમનો ખર્ચ પાલીકા કરી રહી છે. તો શહેરની હાલની વસ્તી અને સ્થિતીને જોતા શહેરમાં ત્રણ સેનેટરી ઇન્સપેકટરોની જરૂર હોવા છતા પાલીકામાં હાલ એક સેનેટરી ઇન્સપેકટરની જગ્યા છે તે પણ ખાલી હોવાથી ઇન્ચાર્જનાં સહારે ગાડુ ચલાવાય છે. તો નિયમ મુજબ વોર્ડ દીઠ એક સફાઇ મુકાદમ હોવો જોઇએ તેની સામે આજની સ્થિતીએ શહેરનાં 11 વોર્ડમાં એક પણ હોવાનાં કારણે જે તે વોર્ડનાં સફાઇકર્મીએ કામગીરી કરવી પડે છે.

વેરાવળ- પાટણ પાલીકા સાર્થક કરી રહી છે. કારણકે શહેરની નિયમિત સફાઇ પાછળ માળખાકીય રીતે પાયાની જરૂરીયાત પુર્ણ કરી આયોજન કરવાને બદલે પાલીકા તંત્રની અણધણ રીતે દર મહિને લાખોની રકમ વેડફી રહી છે. ત્યારે વડામથક વેરાવળ- સોમનાથમાં બેસતા જિલ્લા વહિવટી તંત્રનાં ઉચ્ચ અધિકારીઓએ ગંભીર ઇજા પ્રશ્ને સતકર્તા દાખવી વ્હેલતકે તેમનાં માર્ગદર્શન હેઠળ આયોજન કરી યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર હોવાનું શહેરીજનોમાંથી માંગણી ઉઠી છે. તસવીર- રવિ ખખ્ખર

દર મહિને વેડફાતી લાખોની રકમ

જૂની રૂઢી મુજબ આજે પણ જાહેરમાં ઠલવાતો કચરો, વેરાવળ-સોમનાથમાં મળી વસતી વચ્ચે 160 કચરાનાં પોઈન્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો