તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • 7 ઓગસ્ટે સોમનાથદાદાનાં દર્શન ભાવિકો માટે 22 કલાક ખુલ્લા રહેશે

7 ઓગસ્ટે સોમનાથદાદાનાં દર્શન ભાવિકો માટે 22 કલાક ખુલ્લા રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રાવણી પુનમનાં દિવસે 26 વર્ષ બાદ રચાયો અનોખો ચંદ્રગ્રહણ યોગ

આગામી7 ઓગષ્ટનાં રોજ શ્રાવણ સુદ પુનમનાં દિવસે ચંદ્રગ્રહણ છે સાથે શ્રાવણ માસનો સોમવાર પણ છે. આથી તે આદ્યાત્મિક રીતે પાળવાનું રહેશે. સોમનાથ જયોતિલિંગ ક્ષેત્રમાં ગ્રહણ આદ્યાત્મિક રીતે ખુબજ મહત્વ ધરાવે છે. આથી ગ્રહણ દરમ્યાન પાઠ-પૂજન, દાન, જપ, તપ, ધ્યાન, વગેરેનું વિશેષ મહત્વ છે.

ચંદ્રગ્રહણ શ્રાવણ માસમાં હોવાથી વિશેષ પુણ્યકારી ગણવામાં આવે છે. આથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરનાં નિત્યક્રમમાં વિશેષ પુજાનું આયોજન કર્યું છે. જે મુજબ, મંદિર તા. 7 ઓગષ્ટે સવારે 4 વાગ્યે ખુલશે અને મધ્યાહ્ન આરતી, શૃંગારદર્શન થશે. પછી બપોરે 1 વાગ્યા બાદ મંદિરમાં ગ્રહણ મોક્ષ સુધી ધાર્મિક કાર્યક્રમો નહીં થાય. ગ્રહણનાં મોક્ષ બાદ એટલેકે, રાત્રે 1 વાગ્યા બાદ શિવ મહાપૂજન તેમજ 1:30 વાગ્યે મહા આરતી થશે. અને આરતી બાદ રાત્રે 2 વાગ્યે મંદિર બંધ થશે. આમ દિવસે મંદિર સતત 22 કલાક ખુલ્લું રહેશે. ભાવિકો ગ્રહણ દરમ્યાન દર્શનનો લાભ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...