તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળમાં ગેરકાયદે ગૌવંશની હેરાફેરી કરતાં બે શખ્સ ઝડપાયા

વેરાવળમાં ગેરકાયદે ગૌવંશની હેરાફેરી કરતાં બે શખ્સ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાંગોદરશા જવાનાં રસ્તા પરથી ગાયોની તસ્કરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. જયારે બે નાશી છુટતાં તેની શોધખોળ હાથ ધરી છે.

ગોદરશા તળાવ જવાનાં રસ્તે એસઓજીએ બાતમીનાં આધારે એક કારને રોકાવી તપાસ કરતાં તેમાંથી કતલ કરવાનાં ઇરાદે લઇ જવાતાં બે ગૌવંશ મળી આવ્યા હતાં અને ગાડીનું ડ્રાઇવીંગ કરતાં રજાક અબ્દુલ ઉર્ફે મછર, ઝીબરાન આમદ પટણી નાશી છુટયો હતો અને મોઇન યુનુસ મલેક, અબ્બાસ મહમદ હુશેનને પોલીસે ઝડપી લીધા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, વેરાવળમાં વિવિધ વિસ્તારોમાંથી ગાયોની તસ્કરીનાં કિસ્સાઓ સામે આવી રહયાં છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવતા પોલીસ પણ કામે લાગી ગઇ છે.

ગાયોની તસ્કરી કરનાર બે ઝબ્બે

વધુ બે શખ્સો નાસી છૂટતા પોલીસે શોધખોળ આદરી

અન્ય સમાચારો પણ છે...