તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • વેરાવળ સોમનાથ રોડનું 4.60 કરોડનાં ખર્ચે નવિનીકરણ કરાશે, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ સોમનાથ રોડનું 4.60 કરોડનાં ખર્ચે નવિનીકરણ કરાશે, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુર્ગભગટર યોજનાના કામોના કારણે વેરાવળ-સોમનાથ રોડ ખોદી નખાયેલ હતો અને સાત કીમીનો રાજય ઘોરીમાર્ગ લાંબા સમયથી બિસ્માર હોવાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠી માર્ગને નવો બનાવવા રજુઆતો કરેલ જે અનુસંઘાને સોમનાથના ઘારાસભ્ય એવા રાજયમંત્રી જશાભાઇ બારડ માર્ગના રીસરફેસીંગ કામ વ્હેલી તકે કરાવવા માટે સરકારમાં રજુઆત કરી મંજુર કરાવેલ હતુ. આજે વેરાવળના ભીડીયા સર્કલ પાસે મંત્રી બારડના હસ્તે ૯.પ કીમીના રાજય ઘોરીમાર્ગના રીફરસીંગ કામનું ખાતમુર્હત નગરપતિ જગદીશભાઇ ફોંફડી સહિતનાની હાજરીમાં કરવામાં આવેલ હતુ. કાર્યક્રમમાં ઝવેરીભાઇ ઠકરાર, સોમનાથ ટ્રસ્ટનાં જીએમ વિજયસિંહ ચાવડા, પ્રવિણભાઇ રૂપારેલીયા, સરમણભાઇ સોલંકી, ઉદયભાઇ શાહ, લખમભાઇ ભેંસલા, તુલસીભાઇ ગોહેલ, હમીરભાઇ બારડ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં સોમનાથ સરોવર, સૈનિક સ્કુલ અને છાત્રાલયનું પણ નિર્માણ કરાશે. વેરાવળ-સોમનાથના ૯.૫ કિ.મી.નાં મુખ્ય રસ્તાની લંબાઇમાં જી.યુ.ડી.સી. દ્વારા પાણીની તેમજ ભુગર્ભ ગટરની પાઇપ લાઇન નાખવામાં આવેલ તે લંબાઇમાં મજબુત રસ્તાનાં નિર્માણ માટે ટ્રેન્ચ ખોદી તેમાં રેતી, ડબલ્યુ.બી.એમ, સરફેસ ડ્રેસીંગ તેમજ ૭૫ મી.મી. બી.યુ.એસ.જી. કરી રસ્તાની પુરેપુરી પહોળાઇમાં ૫૦ મી.મી. એસ.ડી.બી.સી. તેમજ આસ્ફાલ્ટ પેઇન્ટીંગ કરવાની જોગવાઇ કરાઇ છે.

છેલ્લા કેટલાક સમયથી 7 કિમીનો માર્ગ સાવ બિસ્માર હાલતમાં ફેરવાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો