તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • શાપર વેરાવળના કારખાનામાં પીવાનું પાણી પણ રાજ્ય સરકાર આપતી નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાપર-વેરાવળના કારખાનામાં પીવાનું પાણી પણ રાજ્ય સરકાર આપતી નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાપર-વેરાવળઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા 3500થી વધુ નાના મોટા કારખાનામાં અંદાજે 80 હજારથી વધુ કામદારો કામ કરી રહ્યા છે અને 50 હજારથી વધુ કામદારો ત્યાં રહે છે. વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં સરકાર પીવાનું પાણી આપતી નથી. પાણી પુરવઠા બોર્ડને રજૂઆત કરવા છતાં નર્મદાનું પાણી આપવામાં આવતું નથી. સરકાર મોટી કંપનીઓને પાણી વેચાતું આપે છે, પરંતુ અહી નાના અને મધ્યમ કારખાના હોવાથી સરકાર ધ્યાન આપતી નથી. પાણી પુરવઠા બોર્ડનો રિપોર્ટ અહીંના તળના પાણી પીવા લાયક નથી તેવો છે, આમ છતાં પાણી આપવામાં આવતું નથી.

શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોન 20 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આવેલો છે. વિસ્તારમાં આવેલા પાણીના બોર અને કૂવાનું પાણી પીવાલાયક નથી. તેવો રિપોર્ટ ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની લેબોરેટરીનો છે. વિસ્તારના પાણીમાં 20120 સુધીનું ટીડીએસ, હાર્ડનેસ અને ક્લોરાઇડ 7800, મેગ્નેશિયમ 900થી વધુ પ્રતિ લિટર આવી રહ્યું છે. આટલી માત્રામાં અલગ અલગ તત્ત્વો હોવાથી પાણી પીવા માટે કે કપડાં ધોવા માટે પણ ઉપયોગ કરી શકાય નહીં. કેમિકલ યુક્ત પાણીના ઉપયોગથી ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા કામદારોને અનેક પ્રકારના ચામડીના રોગ પણ થઇ રહ્યા છે. રાજ્ય સરકાર મોટી કંપનીઓને નર્મદાનું પાણી ફેક્ટરીના કામકાજ માટે આપી રહી છે, પરંતુ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નાના કારખાના હોવાથી ભેદભાવની નીતિ અપનાવામાં આવી રહી છે.

કૂવા તથા બોરનું પાણી પ્રદૂષિત થઇ ગયું

વસ્તુંકેટલું હોવું કેટલું છે

જોઇએ શાપર વેરાવળ

ટીડીએસ2000 3920 20120

હાર્ડનેસ 600 1460 7800

કેલ્શિયમ 200 232 1664

મેગ્નેશિયમ 100 163 910

ક્લોરાઇડ 1000 1440 7896

નાઇટ્રેટ 45 120 167

બન્ને ગામમાં 10 દિવસે એક કલાક પાણી વિતરણ

શાપરઅને વેરાવળ ગામમાં પીવાનું પાણી આપવામાં પણ સરકાર નિષ્ફળ રહી છે. ગ્રામપંચાયત દ્વારા સરકારને વેચાતું પાણી અાપવા રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં સરકાર 10 દિવસમાં એક વખત અને પણ માત્ર અેક કલાક પીવાનું પાણી આપવામાં આવે છે. કેમિકલવાળું પાણી થઇ ગયું હોવાથી ગામમાં રહેતા લોકો બોર કે કૂવાનું પાણી પીવામાં કે વપરાશમાં ઉપયોગ લઇ શકતા નથી. ભાદરની લાઇન વેરાવળના હાઇવે પરથી પસાર થાય છે, તેમાંથી પીવાનું પાણી આપવામાં આવે તો રાહત થાય તેમ છે.

ઉદ્યોગપતિઓ પાણીના પૈસા આપવા તૈયાર, પાણી પુરવઠા બોર્ડ જવાબ દેતું નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો