તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • તાલાલા પંથકનાં સેમરવાવમાં સખી મંડળની 100 બહેનો ઝુલો, આશન બનાવી મેળવે છે રોજગારી

તાલાલા પંથકનાં સેમરવાવમાં સખી મંડળની 100 બહેનો ઝુલો, આશન બનાવી મેળવે છે રોજગારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલા પંથકનાં સેમરવાવ ગામે સખી મંડળની બહેનો વિવિધ વસ્તુઓ બનાવીને રોજગારી મેળવી રહી છે. મિશન મંગલમ યોજના અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં 5 હજારથી વધારે સખી મંડળો કાર્યરત છે. ત્યારે જ તાલાલા પંથકનાં સેમરવાવ ગામે પણ 10 સખી મંડળ બનાવાયાં છે. જેમાં 100 જેટલી બહેનો જોડાઇ છે અને ઝુલો, મોજા, હિંઢોણી, પર્સ, આશન સહિતની વસ્તુઓ હાથથી બનાવે છે અને જેમનું વેંચાણ કરી મહિને 10 હજારની આવક મેળવી રહી છે. તેમનાં આ કાર્યથી અન્ય બહેનોને પણ પ્રેરણા મળી રહી છે. આ ઉપરાંત અન્ય રાજયોમાં આ વસ્તુઓનું વેંચાણ થાય તે માટે સરકાર દ્વારા મેળાઓનું આયોજન કરાતું હોય છે. તેમાં પણ આ બહેનોને લઇ જવાય છે. જયાં સ્ટોલ ઉભા કરી હાથ બનાવટની વસ્તુઓ વેંચવામાં આવે છે.

તમામ શ્રેય ભાવનાબેનને : મહિલાઓ
ભાવનાબેન 2009માં પીટીસી પુર્ણ કરી પ્રેરક તરીકે ફરજ બજાવતાં હતાં. અનેકને વાંચતા લખતાં શીખવ્યું હતું. પરંતુ યોજનાઓથી ગ્રામજનો અજાણ હોવાની વાત તેમને મુંઝવતી હતી. જેથી તેઓએ મિશન મંગલમમાં જોડાઇ સરકારની યોજનાઓ વિષે બહેનોને જાગૃત કરી હતી. બાદ સખી મંડળનો પ્રારંભ કરાવ્યો હતો.

બેંક લોન દ્વારા વ્યવસાય શરૂ થયો
આ યોજના અંતર્ગત બેંક પાસેથી લોન લઇ બહેનો વ્યવસાય શરૂ કરે છે અને જેમાં બચત કરી સખી મંડળની બહેનોને જરૂરીયાત મુજબ લોન આપી મદદરૂપ થાય છે.

અન્ય સમાચારો પણ છે...