તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળનાં 53 ગામડાનાં બિસ્માર રસ્તા નવા બનશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળપંથકના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બિસ્માર બન્યા છે અને ઠેક-ઠેકાણે ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રસ્તાના નવીનીકરણ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.વેરાવળ તાલુકાના અનેક ગામોના મુખ્ય રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં નજરે પડતા હતા અને ગ્રામ્ય પંથકમાં લોકોને મુશ્કેલી પડી રહી હતી. જેથી લોકોએ ધારાસભ્ય જશાભાઇ બારડને રજુઆત કરી હતી અને તેમણે સરકારમાં રજુઆત કરતા મુખ્યમંત્રી ગ્રામ યોજના હેઠળ 53 ગામનાં બિસ્માર રસ્તાઓને નવા નકોર બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને ટુંક સમયમાંજ કામગીરી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...