તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ શહેરમાં યુવાનનો આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળનાંભેરાળા ગામે યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી જતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જોકે અંગે પોલીસે ફરિયાદ લઇ મોતનું કારણ જાણવા આગળની તપાસ આદરી હતી.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ તાલુકાનાં ભેરાળા ગામે રહેતા રાજેશ ભુપતભાઇ મહિડા (ઉ.વ.19) નામના યુવાન ઘરે એકલો હોય તે દરમિયાન બુધવારે સવારનાં 8 વાગ્યાનાં આસપાસ કોઇ અગમ્ય કારણોસર પોતાનાં શરીરે કેરોસીન છાંટી સળગી ગયો હતો. જોકે તેને તાત્કાલીક વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. અંગે પોલીસે આપઘાતનો કારણ જાણવા તપાસ આદરી છે. જેની તપાસ એએસઆઇ ચોવટે ચલાવી રહયાં છે. આમ યુવાનનાં મોતથી પરિવાર શોકમાં ડુબી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો