તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળમાં શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે

વેરાવળમાં શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ| વેરાવળમાંશ્રાવણમાસ દરમિયાન એકાદશકુંડી ,હોમાત્મક, લધુરૂદ્રયાગનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણમાસમાં લધુરૂદ્રયાગ સેવા સમિતિ દ્વારા શ્રાવણમાસમાં મહાદેવની વિશેષ પૂજા-આરાધના યજ્ઞ દ્વારા થઇ શકે તેવા હેતુથી શ્રાવણ માસના દર રવિવારે તેમજ 21 ઓગષ્ટને સોમવારે સવારથી સાંજ સુધી બ્રહ્મકુંડ વેરાવળ ખાતે આશુતોષ ભગવાન બ્રહ્મેશ્વરના સાનિધ્યમાં એકાદશકુંડી ,હોમાત્મક, લધુરૂદ્રયાગનું આયોજન કરાયું છે. યજ્ઞનાં મુખ્ય આચાર્ય ભાસ્કરભાઇ જોષી,લધુરૂદ્રયાગ સેવા સમિતિનાં મહેશભાઇ જોષી,મનુભાઇ,વીનુભાઇ ઉપાધ્યાય ,રમેશભાઇ જોષી સહિતનાંઓ કાર્યક્રમને લઇને જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...