ઓઝત નદીમાં ડુબી જવાથી વંથલીનો યુવાન મોતને ભેટ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલી બોરડીચોક નગીના મસ્જીદની પાસે રહેતો સાહિલ ઉર્ફે ફિરોઝ ફારૂકભાઇ ડામર (ઉ.વ.21) અને તેનાં બે મિત્રો રવિવારે બે વાગ્યાની આસપાસ ઓઝત વિયર ડેમ નજીક ન્હાવા માટે ગયાં હતાં એ સમયે સાહીલ ઉર્ફે ફિરોઝ અચાનક જ પાણીમાં ગરક થઇ ગયો હતો. જેમની જાણ તેમનાં મિત્રોને થતાં તેમણે તરત જ નજીકના લોકો અને વંથલી પોલીસને જાણ કરી હતી. જેથી પીએસઆઇ ડાભી સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સિવીલ હોસ્પિટલ લઇ જવાયો હતો. પરિવાર હતપ્રભ બન્યો હતો.

1 યુવાનને મહિલાએે સાડી નાંખી બચાવ્યો
આ યુવાનો જે જગ્યા પર નાહી રહયાં હતાં. એ સમયે એક મહિલા નદીકાંઠે કપડા ધોતી હતી અને યુવાન ડુબવા લાગતાં આ મહિલાએ સાડી ફેંકી હતી. જેથી આ યુવાન સાડી પકડી બહાર નિકળી ગયો હતો અને જીવ બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...