તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વંથલી પંથકનાં બાલોટ ગામે કચરો નાંખવા મુદ્દે મારામારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલી પંથકનાં બાલોટ ગામે કચરો નાંખવા મુદે બોલાચાલી થયાં બાદ બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી. બાલોટ ગામે રહેતા માલદેભાઇ ધનાભાઇ ચાવડાનો ભાણેજ કમલેશ તેમજ પુત્ર જયેશ ગામમાં આવેલ પાન-બીડીની દુકાને બેઠા હતાં એ સમયે કચરો નાંખવા મુદ્દે રસીક ચના, વિહા રસીક, મયુર ધીરૂ માથાકુટ કરતાં હોય જેથી માલદેભાઇ સમજાવવા માટે ગયા હતાં અને આ ત્રણેય શખ્સો એકદમ ઉશ્કેરાઇ ગયા હતાં અને ગાળો ભાંડવા લાગ્યા હતાં. તેમજ રસીકે માલદેભાઇ પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જયારે મયુરે પાઇપ વડે માર માર્યો હતો. તેમજ વિહા નામનાં શખ્સે જયેશને પણ પાઇપ વડે માર માર્યો હતો. આ ઉપરાંત રસીકે કમલેશને કુહાડીની બુંધરાટ મારી હતી. ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયાં હતાં. પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...