તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વંથલીમાંથી 2 સગીરાના અપહરણમાં તપાસની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ નજીકના વંથલી ગામેથી બે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બનાવમાં બન્ને સગીરાના પિતાએ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન આપી નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી છે.

આવેદનમાં જણાવાયું છે કે 17 વર્ષિય સગીરાને ઇરફાનશા અમીનશા ફકીર અને 15 વર્ષિય સગીરાને મોહીનશા મહેબુબશા ફકીર રહેવાસી બન્ને વંથલી ગામ વાળા ઉપાડી ગયેલ છે. આ બનાવમાં પોલીસે આરોપીની હજુ સુધી અટકાયત કરી નથી.ત્યારે જવાબદાર તપાસનિશ અધિકારી આ મામલે યોગ્ય દિશામાં તપાસ કરે અને આરોપીને તેમજ આ બનાવમાં સંડોવાયેલા શખ્સોની અટક કરે તેવી માંગણી છે. આ બન્ને સગીરાનું અપહરણ એક જ દિવસે અને એક જ વાહનમાં થયું હોય તેને ઝડપી લેવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...