તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોટસએપમાં અપલોડ કરી વાયરલ કરનાર 6 શખ્સ સામે ગુનો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનાં પીએસઆઇ બી.એસ.જાડેજાએ મારામારીનાં ગુનામાં સંડોવાયેલા કોડીનારનાં અરણેજનાં નિખીલ નવઘણની અટક કરી હતી. દરમિયાન જૂનાગઢનાં યશ કાના પરમાર, અજયસિંહ ભગવાન નકુમ, અરણેજનાં દિપુ અરશી સોલંકી, કેશોદનાં સીલોદરનાં વાલા પીઠા જાદવ, હિતેષ બારડે વંથલી પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરી ઉપરનાં માળે જઇ નિખીલ સાથે પ્રતિબંધીત વિસ્તારમાં પ્રવેશ કરી મોબાઇલમાં ફોટો પાડી વોટસએપનાં સ્ટેટેસમાં ફોટો અપલોડ કરી વાયરલ કર્યો હતો. આથી પોલીસે આ છ શખ્સો સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધી માણાવદરનાં સીપીઆઇ કે.એમ.ગોસ્વામીએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...