તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14.80 લાખ ચૂકવી દીધા છતાં બે કોરા ચેક બેંકમાં નાખી દીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં રહેતા યુવાને ઝાંપોદડનાં બે શખ્સ પાસેથી 3.30 લાખ વ્યાજે લીધા બાદ 14.80 લાખ ચુકવી દીધા હોવા છતાં આપેલા 10 લાખ અને 20 લાખનાં બે ચેક બેંકમાં નાંખી વિશ્વાસઘાત કરી અને વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા લાગતાં વંથલી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વંથલીનાં ઝાંપોદડ ગામનાં અને હાલ જૂનાગઢમાં રહેતા આશિષભાઇ નરશીભાઇ પનારાએ જૂનાગઢનાં પરેશ ચંદુલાલ કનેરીયા અને ઝાંપોદડનાં ચંદુ અરજણ કનેરીયા પાસેથી 3.30 લાખ વ્યાજે લીધેલ અને બાદમાં વ્યાજ પેટે 14.80 લાખ ચુકવી આપેલ. નાણાં વ્યાજે લેવા સમયે આશિષભાઇએ આરોપીઓનાં વિશ્વાસે બે કોરા ચેક પોતાની સહીથી લખી આપેલ અને જે તે વખતે જમીનનું કબજા વગરનું સાટાખત પણ કરી આપેલ. તેમ છતાં આરોપીઓએ કોરા ચેક પરત નહીં આપી જૂનાગઢ તથા નરેડી બેંકમાં અનુક્રમે રૂ.10 લાખ અને રૂ.20 લાખનાં ચેક નાંખી આશિષભાઇ પાસે વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી વિશ્વાસઘાત, ઠગાઇ કરતાં વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...