તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા ભાઇ તબીબ બની શક્યા તો પોતે પીએચડી કરી ડોક્ટર કહેવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાભાઇડોક્ટર બને એવી પિતાની ખ્વાઇશ પૂરી થાય માટે નાના ભાઇએ પિતાને લુહારીકામમાં મદદ કરી. અને મોટાભાઇને તબીબી માટે પૂરતા ટકા આવ્યા એટલે પોતે ભણવામાં મહેનત કરી યુનિવર્સિટી રેન્કર અને બાદમાં પીએચડી કર્યું. આજે તેમનાં નામની આગળ ડોક્ટર લાગે છે. ટૂ઼કમાં, મૂળ ભાવનગરનાં વલ્લભીપુરનાં વતની અને હાલ બાંટવા સરકારી હાઇસ્કુલમાં ફરજ બજાવતા શિક્ષકે જરા જુદી રીતે પણ ડોક્ટરની ડિગ્રી મેળવી પિતાનું સ્વપ્ન જરા જુદી રીતે સાકાર કર્યું.

જૂનાગઢ જિલ્લાનાં બાંટવાની સરકારી હાઇસ્કુલનાં શિક્ષક ડો. કૃણાલ પંચાલ વિદ્યાર્થીઓ માટેનો જબરદસ્ત પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર ગામનાં શ્રમજીવી લુહાર પરિવારમાં જન્મેલો કૃણાલ 8 મા ધોરણથીજ પિતા સાથે પોતાનાં પરંપરાગત લુહારીકામમાં મદદ કરતો. કૃણાલનાં મોટાભાઇએ વખતે 10 મા ધોરણમાં હતા. અને દસમું પાસ કરતાં પિતાએ તેને તબીબ બનાવવાનાં સ્વપ્ન સેવ્યા. તેને ડોક્ટર બનાવવા ભાવનગર ભણવા મોકલ્યો. અને તેના ખર્ચને પહોંચી વળવા કૃણાલ અને તેના પિતાએ તનતોડ મહેનત શરૂ કરી. બંને રાતદિવસ જોયા વિના કામ કરતા. કૃણાલ પિતાને મદદ કરવા સાથે ગામની સરકારી શાળામાં અભ્યાસ પણ કરતો. જોકે, મોટાભાઇને બારમા ધોરણમાં તબીબી પ્રવેશ મેળવી શકે એવી ઉંચી ટકાવારી આવી. આથી પુત્રને ડોક્ટર બનાવવાનું પિતાનું સ્વપ્ન પડી ભાંગ્યું. ઘરમાં શોકમય માહોલ છવાઇ ગયો. વખતે કૃણાલે પિતાને આશ્વાસન આપતાં કહ્યું, હું ભલે એમબીબીએસ નહીં થઇ શકું. પરંતુ મારા વિષયનો ડોક્ટર બની તમારું એક ડોક્ટરનાં પિતા હોવાનું સ્વપ્ન જરુરથી સાકાર કરીશ. કૃણાલ આર્ટસનાં વિષય સાથે સ્નાતક થયો. યુનિવર્સિટી ફર્સ્ટ અાવ્યો. ત્યારપછી તેણે બીએડ, એમઅેડ, એમફિલ અને પીએચડી કર્યું. સાથે જર્નાલિઝમ પણ કર્યું. આજે તે ડો. કૃણાલ પંચાલનાં નામે ઓળખાય છે. તે જૂનાગઢ જિલ્લાનાં બાંટવાની સરકારી હાઇસ્કુલમાં શિક્ષક છે. અને અહીંનાં વિદ્યાર્થીઓનો પ્રેરણાસ્ત્રોત પણ. કૃણાલને સંતોષ વાતનો છે કે, તેણે પોતાનાં પિતાની પુત્રને ડોક્ટર બનાવવાની ખ્વાઇશ જુદી રીતે પણ પૂરી કરી.

કહેવાઈ છે કે, માણસની અંદર તે ધારે તે કામ કરી શકે તેની શક્તિ છુપાયલી પડી છે. પરંતુ જરૂર છે સાચી દિશાની અને તે દિશામાં જ્યાં સુધી લક્ષ્ય મળે ત્યાં સુધી મથી પડવાથી. પરંતુ ઘણા અધવચ્ચે હાર માની પોતાના લક્ષ્યની છોડી દેય છે. જેને અહીં બોધ મળશે.

પોતે મોટાભાઈ તબીબ બને તે માટે પિતાને લુહારી કામમાં મદદ કરતા

ડો. કૃણાલનો મોર્નીંગ મંત્ર

ડો.કૃણાલ પંચાલ રોજ હજારો લોકોને વ્હેલી સવારે વોટ્સએપનાં માધ્યમથી સુંદર પ્રસંગ પહોંચાડી તેમના માટે એક મોટીવેટર બને છે. તેઓ શૈક્ષણિક સામયિકોમાં લેખનકાર્ય પણ કરે છે. આમ તેઓ બીજા સુધી સારા વિચારો પહોંચાડે છે.

અન્ય સમાચારો પણ છે...